🔥 TRENDING Vedika Pinto Confirms New Dharma Produ... Tamannaah Bhatia's Deep‑Neck Lehenga i... Manoj Bajpayee petitions Delhi High Co... Home Minister Unveils Logo for IFCSAP’... TCS and industry groups meet Arunachal... Pulwama MLA Demands Immediate Assembly...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગામોમાં ડેપ્યુટી કલેક્ટરે રાત્રે ચેકિંગ હાથ ધર્યું‎: ના. કલેક્ટરનો મધરાત્રે સપાટો: ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું ક્રોસ વેરિફિકેશન કરાયું
National

ગામોમાં ડેપ્યુટી કલેક્ટરે રાત્રે ચેકિંગ હાથ ધર્યું‎: ના. કલેક્ટરનો મધરાત્રે સપાટો: ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું ક્રોસ વેરિફિકેશન કરાયું

✍️ Reporter: Divyarajbhai khachar 🗓 26 Jul 2026, 11:26 AM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગામોમાં ડેપ્યુટી કલેક્ટરે રાત્રે ચેકિંગ હાથ ધર્યું‎: ના. કલેક્ટરનો મધરાત્રે સપાટો: ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું ક્રોસ વેરિફિકેશન કરાયું
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળ થાનગઢ, મૂળી અને ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ માટે વહીવટી તંત્રએ કાર્યવાહી તેજ કરી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ 23 મે 2026ની મધરાત્રે 1.30 વાગ્યે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.
તેમણે મૂળીના રાણીપાટ અને ભેટ તેમજ થાનગઢના જામવાળી, વેલાળા, વીજળીયા અને ઉંડવી સહિતના છેવાડાના ગામોમાં અગાઉ બુરાણ કરાયેલા ગેરકાયદેસર કોલસાના કૂવાઓની સ્થળ તપાસ કરી. તમામ કૂવા હાલ બંધ હોવાનું ક્રોસ વેરિફિકેશનમાં ખાતરી થઈ.
3 તાલુકાની નાઇટ ડ્યૂટી ટીમોનું પણ ઓચિંતું ચેકિંગ ખનીજ ચોરી અને ગેરકાયદેસર વહનને ડામવા માટે ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકામાં રાત્રિના સમયે ખાસ "રાઉન્ડ ધ ક્લોકનાઇટ ડ્યૂટી ટીમોની નિયુક્તિ કરવામાં આવેલી છે. નાયબ કલેક્ટરે નાઇટ પેટ્રોલીંગ ટીમો યોગ્ય રીતે ફરજ બજાવે છે કે કેમ, તે અંગેનું પણ ઓચિંતું ચેકિંગ હાથ ધરીને ખાતરી કરી હતી. તંત્રની આ આકરી મધરાત્રિની કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
📲Get App