🔥 ट्रेंडिंग TRAI ने लोहित जिले, अरुणाचल प्रदेश में... मेजर शर्मा ने पाकिस्तानियों के आक्रमण... मीर ने कहा जम्मू-कश्मीर के अधिकारों की... जम्मू-कश्मीर में चुनाव आयोग ने मतदाता... अमृतसर पुलिस ने नार्को‑टेरर नेटवर्क को... बिहार में पुलिस-मुठभेड़: कुख्यात जेपी...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર: વિદેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ૬ ઇસમો સામે પાસા, અલગ-અલગ જેલમાં ધકેલાયા
अपराध

ભાવનગર: વિદેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ૬ ઇસમો સામે પાસા, અલગ-અલગ જેલમાં ધકેલાયા

✍️ रिपोर्टर: Naqvi Mehdi Hasan 🗓 26 जुल. 2026, 03:28 AM 👁 128
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરમાં ગેરકાયદે વિદેશી દારૂની પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી: ​કાર્યવાહી: ભાવનગર LCB, ઘોઘા રોડ અને અલંગ પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ ૬ ઇસમો સામે પાસા (PASA) ની દરખાસ્ત મોકલવામાં આવી હતી. ​હુકમ: કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પાસા દરખાસ્ત માન્ય રાખીને તમામ ૬ આરોપીઓ વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરાયા. ​જેલ હવાલે: અટકાયત કરાયેલા તમામ આરોપીઓને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલાયા: અહેવાલ : ઈકબાલ સોરઠીયા,મહુવા

ભાવનગર: વિદેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ૬ ઇસમો સામે પાસા, અલગ-અલગ જેલમાં ધકેલાયા
​ભાવનગર:
ભાવનગર જિલ્લામાં અસામાજિક તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇંગ્લીશ દારૂના ગેરકાયદે વેપાર અને પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ૬ ઇસમો વિરુદ્ધ ભાવનગર કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 'પાસા' (PASA) હેઠળ અટકાયતી હુકમ (વોરંટ) જારી કરવામાં આવતા, ભાવનગર પોલીસ દ્વારા તમામની અટકાયત કરી રાજ્યની જુદી-જુદી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
​પોલીસ વડાની સૂચનાથી કડક પગલાં
​ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી રાજેન્દ્ર વી. અસારી તથા જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશ પાંડેય દ્વારા દારૂ, મિલકત અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ના પી.આઇ. શ્રી એમ. એમ. સરવૈયા, પી.એસ.આઇ. સર્વ શ્રી આર.એ. વાઢેર, શ્રી વી.સી. જાડેજા, શ્રી પી.ડી. ઝાલા તથા સંબંધિત થાણા અધિકારીઓએ દારૂની ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ ઇસમો સામે પાસાની દરખાસ્તો તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને મોકલી આપી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ આ દરખાસ્તો મંજૂર કરી પાસા વોરંટ ઇશ્યુ કર્યા હતા.
​પાસા હેઠળ જેલભેગા કરાયેલા ઇસમોની વિગત
​પોલીસે પાસા વોરંટની બજવણી કરીને તમામ ૬ ઇસમોને રાજ્યની અલગ-અલગ જેલમાં રવાના કર્યા છે:
​1. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા કરાયેલ કાર્યવાહી:
​અલ્પેશભાઇ ઉર્ફે અલ્પો ઓઘડભાઇ ડોડીયા (ઉ.વ.૨૫, રહે. કાળાપાણા વાડી વિસ્તાર, ગોરખી, તા.તળાજા)
➡️ મધ્યસ્થ જેલ, રાજકોટ
​અમિતભાઇ અરવિંદભાઇ ડોડીયા (ઉ.વ.૩૦, રહે. બોડી વાડી વિસ્તાર, ગોરખી, તા.તળાજા)
➡️ ખાસ જેલ, ભુજ
​2. ઘોઘા રોડ પોલીસ સ્ટેશન દ્વારા કરાયેલ કાર્યવાહી:
​સંજયભાઇ સુખાભાઇ ખાંભલીયા (ઉ.વ.૩૩, રહે. વડવાળા ચામુંડા માતાજીના મંદિર સામે, સિંધુનગર, ભાવનગર)
➡️ ખાસ જેલ, ભુજ
​3. અલંગ પોલીસ સ્ટેશન દ્વારા કરાયેલ કાર્યવાહી:
​મનદિપસિંહ લીલુભા ગોહિલ (ઉ.વ.૨૬, રહે. નવાગામ (નાના), તા.ઘોઘા)
➡️ મધ્યસ્થ જેલ, રાજકોટ
​હાર્દીકસિંહ લીલુભા ગોહિલ (ઉ.વ.૨૩, રહે. નવાગામ (નાના), તા.ઘોઘા)
➡️ ખાસ જેલ, ભુજ
​સુનીલ ઉર્ફે છનો મનુભાઇ વાઘેલા (ઉ.વ.૨૬, રહે. રાજપરા નં-૨, તા.તળાજા)
➡️ મધ્યસ્થ જેલ (સાબરમતી), અમદાવાદ
​નોંધ: જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા ઇસમો સામે પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફાળ પડી છે. ભાવનગર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ ચાલુ રહેશે.
📲Get App