🔥 ट्रेंडिंग प्राइम फोकस स्टूडियोज ने सोनी पिक्चर्स... निक जॉनसन ने 3D कॉन्सर्ट फिल्म पर आलोच... ओज़ी ओसबोर्न की एक वर्ष की विरासत को भ... चार्ली एक्ससीएक्स ने संगीत, फैशन, फिल्... अर्जन धिल्लों का नया पंजाबी गाना 'Coun... महाराष्ट्र ने एमबीबीएस स्नातकों के लिए...
24 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જિલ્લા આંતરિક ફેરબદલી આદેશ વિતરણ અને સ્નેહમિલન સમારંભ-૨૦૨૬💥

જિલ્લા આંતરિક ફેરબદલી આદેશ વિતરણ અને સ્નેહમિલન સમારંભ-૨૦૨૬💥

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 जुल. 2026, 09:32 AM 👁 24
💥જિલ્લા આંતરિક ફેરબદલી આદેશ વિતરણ અને સ્નેહમિલન સમારંભ-૨૦૨૬💥
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સાબરકાંઠાના ઉપક્રમે અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી મિતાબેન ગઢવીની અધ્યક્ષતામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોનો જિલ્લા આંતરિક ફેરબદલી આદેશ વિતરણ અને સ્નેહમિલન સમારંભ સંઘવી કે.કે.કે.કોઠારી હાઈસ્કૂલ, વક્તાપુર ખાતે યોજાયો.
જેમાં સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા આંતરિક બદલી પામેલા ૨૬ શિક્ષકોને ફેરબદલીના આદેશ આપવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી સી.એમ.કાગ અને અતિથિ વિશેષશ્રીઓમાં શિક્ષણ નિરીક્ષકો શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ પટેલ અને શ્રીમતી મનીષાબેન નિનામા તથા જિલ્લાની સરકારી શાળાઓના તમામ વર્ગ-૨ આચાર્યો તેમજ મદદનીશ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App