🔥 TRENDING હિંમતનગર ડિજિટલ એરેસ્ટના શિકાર બનેલા ૭... Delhi High Court Dismisses PIL Challen... Nagaland Man Orders 150 Pizzas Worth R... Nagaland CM Sarma Reports State Alerte... Manipur Governor, CM Attend First Foun... Manipur's Decades‑Old Extortion Racket...
23 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત વિરોધ

પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત વિરોધ

✍️ Reporter: MEHUL SINH JADEJA 🗓 23 Jul 2026, 12:12 PM 👁 28
પાટણમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયા કર્મીઓ સાથે પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કથિત ગેરવર્તણૂકનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક નેતાઓની અટકાયત કરી હતી. આ કાર્યવાહીનું કવરેજ કરવા માટે મીડિયા કર્મીઓ સ્થળ પર હાજર હતા.
આ દરમિયાન મીડિયા પ્રતિનિધિઓએ આરોપ લગાવ્યો કે SOGના પીએસઆઇ તેમજ બી ડિવિઝનના પીઆઇ નીરવ શાહ દ્વારા મીડિયા કર્મીઓ સાથે દાદાગીરીભર્યો વ્યવહાર કરવામાં આવ્યો હતો. મીડિયા કર્મીઓના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલા કોંગ્રેસી નેતાઓનું કવરેજ કરતી વખતે કેમેરાને હાથ મારવામાં આવ્યો હતો અને પત્રકારો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું. ઘટનાને લઈને મીડિયા વર્તુળોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસ અધિકારીઓના વર્તનની કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં મીડિયા ચોથો સ્તંભ છે અને પત્રકારોને તેમની ફરજ બજાવવામાં કોઈપણ પ્રકારનો અવરોધ ઉભો કરવો યોગ્ય નથી. મીડિયા કર્મીઓ સાથે થયેલી ગેરવર્તણૂક દુર્ભાગ્યપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું.
કિરીટ પટેલે વધુમાં ખાતરી આપી હતી કે જો આવનારા સમયમાં આ મુદ્દે મીડિયા કર્મીઓ દ્વારા કોઈ લડત અથવા આંદોલન કરવામાં આવશે તો સમગ્ર પાટણ જિલ્લા કોંગ્રેસ તેમની સાથે ઉભી રહેશે અને તેમને સંપૂર્ણ સમર્થન આપશે. ઘટનાને લઈને પત્રકારો અને રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
📲Get App