🔥 TRENDING Zach Cregger’s Resident Evil reboot op... Telangana CEO Orders Officials to Reso... Telangana Today Urges BRICS to Look Be... TPCC chief Mahesh Kumar Goud eyes Cong... Puri district’s final electoral roll l... CJI backs student protest demanding Od...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી/ગૃહમંત્રીશ્રી ગુજરાત રાજય તથા ડી.જી.પી. શ્રી ગુજરાત રાજય નાઓની ઉપસ્થીતીમાં સાબરકાંઠા જીલ્લાનો નાર્કોટિક્સ મુદ્દામાલ

માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી/ગૃહમંત્રીશ્રી ગુજરાત રાજય તથા ડી.જી.પી. શ્રી ગુજરાત રાજય નાઓની ઉપસ્થીતીમાં સાબરકાંઠા જીલ્લાનો નાર્કોટિક્સ મુદ્દામાલ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 21 Jul 2026, 01:47 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી/ગૃહમંત્રીશ્રી ગુજરાત રાજય તથા ડી.જી.પી. શ્રી ગુજરાત રાજય નાઓની ઉપસ્થીતીમાં સાબરકાંઠા જીલ્લાનો નાર્કોટિક્સ મુદ્દામાલ

૧૩૧૧ કિલો ૩૭૧ ગ્રામ કિંમત રૂા.૧,૭૧,૮૮,૨૬૦/- નાશ કરતી સાબરકાંઠા જીલ્લા પોલીસ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓએ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ એન.ડી.પી.એસ. નાર્કોટીકસ મુદ્દામાલને નાશ-નિકાલ કરવા અને તેને સંગ્રહ કરવા અંગેની ગાઈડ લાઇન પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે ગાઇડ લાઇન મુજબ જોખમી પ્રકારના, ચોરી માટે સંવેદનશીલ, ફેરબદલી અને યોગ્ય રીતે સંગ્રહ કરવામાં મર્યાદા ધરાવતા કોઇપણ કેફી પદાર્થ, મનોપ્રભાવી દ્રવ્ય, નિયંત્રિત પદાર્થ (નાર્કોટીકસ પદાર્થ) અને વાહક તરીકે નિર્દેષ્ટ કરવામાં આવેલ છે તેને ધ્યાનમાં લઇને આવા નાર્કોટિક્સ પદાર્થો જપ્ત થયા બાદ એન.ડી.પી.એસ. એક્ટની કલમ-પર(એ) હેઠળ નિયત પ્રક્રિયા મુજબ તાત્કાલિક રીતે તેનો નિકાલ/નાશ કરવાની કાર્યવાહી કરવા અંગે જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવેલ.

જે આધારે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી/ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી ગુજરાત રાજય તથા ડી.જી.પી. શ્રી જી.એસ.મલીક, ગુજરાત રાજય નાઓની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના અલગ-અલગ ૨૫ (પચ્ચીસ) શહેર/જિલ્લાઓના કુલ-૮૭૭ કેસોનો નાર્કોટીકસ મુદ્દામાલ ૧૪.૫ (સાડા ચૌદ) હજાર કિલોગ્રામ તથા ૧૧(અગિયાર) લાખથી વધુ કોડેઇન બોટલો જે મળી કુલ કિંમત રૂા.૨૧૧૦ કરોડનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ જે પૈકી સાબરકાંઠા જીલ્લાની નાર્કોટિક્સ મુદ્દામાલ ડ્રગ્સ ડીસ્પોઝલ કમીટીના (૧) અધ્યક્ષશ્રી ડો. પ્રાર્થરાજસિંહ ગોહિલ, પોલીસ અધિક્ષક, સાબરકાંઠા તથા સભ્યશ્રીઓ (૨) શ્રી સ્મિત ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ઇડર વિભાગ, ઇડર તથા (૩) શ્રી એ.કે.પટેલ, નાયબ પોલીસ અધિક્ષક, હિંમતનગર વિભાગ, હિંમતનગર તથા એ.એમ.વાળા, પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓ ધ્વારા તા.૨૦/૦૭/૨૦૨૬ ના રોજ ભરૂચ ઇનવાયરો ઇન્ફાસ્ટ્રકચર લીમીટેડ(BEIL), પ્લોટ નં- D/43, GIDC ESTATE, આમોદ રોડ,
દહેજ, ભરૂચ ખાતેની કંપનીના ઇન્સીનરેટર પ્લાન્ટની ચાલુ ભઠ્ઠીમાં નીચે મુજબનો મુદ્દામાલ સળગાવીને સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવેલ છે.

નાશ કરેલ મુદ્દામાલની વિગત
અ નં વિગત વજન કિંમત

(1)ગાંજો

૫૭૪.૩૧૧ કિ.ગ્રામ

૧,૩૦,૩૧,૦૫૫/-

(2)ચરસ

૨.૭૪૮ કિ.ગ્રામ

૧,૦૨,૪૩૫/-


(3)એમ.ડી.

૧૫૪.૬૨ ગ્રામ

૧૧,૮૧,૨૦૦/-

(4)પોશડોડા

૭૩૪.૦૧ કિ.ગ્રામ

૨૭,૨૫,૫૫૦/-

(5)હાઇબ્રીડ ગાંજો

૪૮ ગ્રામ

૧,૫૮,૦૦૦/-

વજન/કિંમત

૧૩૧૧.૩૭૧ કિ.ગ્રામ

૧,૭૧,૮૮,૨૫૦/-

(એ.એમ.વાળા)

પોલીસ ઇન્સ્પેક્ટર

એસ.ઓ.જી.સાબરકાંઠા
📲Get App