🔥 TRENDING Roopashree Wins National Film Award, E... Sai Pallavi Celebrates Rajkumar Perias... Balakrishna Injures Knee on NBK 111 Se... Paripadi Starring Joju George Enters F... Actor Nandamuri Balakrishna Injured Du... Manipur Agriculture Dept. Unveils Farm...
21 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજસ્થાન રાજયના એક ચોર ઇસમને ચોરેલ મો.સા. સાથે પકડી વાહનચોરી નો ગુન્હો શોધી કાઢી

રાજસ્થાન રાજયના એક ચોર ઇસમને ચોરેલ મો.સા. સાથે પકડી વાહનચોરી નો ગુન્હો શોધી કાઢી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 21 Jul 2026, 07:02 AM 👁 21
રાજસ્થાન રાજયના એક ચોર ઇસમને ચોરેલ મો.સા. સાથે પકડી વાહનચોરી નો ગુન્હો શોધી કાઢી કિ.રૂ.૨૦,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરતી વાહન ડીટેકશન સ્કવોડ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ IPS સાહેબ શ્રી સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ જેમાં ખાસ કરી વાહનચોરીના બનાવો વધુ બનતા હોય આવા વાહનચોરીના ગુન્હા બનતા અટકાવવા તેમજ બનેલ ગુન્હા શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સાબરકાંઠા જિલ્લામાં વાહનચોરી ડીટેકશન સ્કવોડની રચના કરેલ જે આધારે શ્રી ડી.સી.સાકરીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન અને સુચના આધારે તેઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ વાહનચોરીના બનેલ ગુન્હાઓ જે અનડીટેકટ હોય તે શોધી કાઢવા વાહનચોરી ડીટેકશન સ્કવોડના ઇન્ચાર્જ પો.સ.ઇ. વી.આર.ચૌહાણ વડાલી પોલીસ સ્ટેશન તથા પોલીસ કર્મચારીઓ આવા ગુન્હા શોધી કાઢવા સારૂ તપાસમાં હતા.

ઉપરોકત ટીમના માણસો તા.૨૦/૦૭/૨૦૨૬ના ખાનગી વાહનમાં વાહન ચોરીના બનાવો સંબધે સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મહેતાપુરા આવતાં અ.પો.કો કપિલભાઈ કલ્યાણસિંહ તથા અ.પો.કો.વિપુલસિંહ નવલસિંહ નાઓને સયુકત રાહે બાતમી હકિકત મળેલ કે "બે ઇસમો ચોરીની મો.સા.સાથે હિમતનગર ઘોડા ફાર્મ બાજુ ઉભેલા હોય” જે બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતાં બે ઇસમો હિરો સ્પેલેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે ઉભેલા હોય જે બન્ને ઇસમોને કોર્ડન કરી પકડવા જતા જેમાથી એક ઇસમ પોલીસને જોઈ ભાગી ગયેલ અને હિરો સ્પેલેન્ડર પ્લસ મોટર સાયકલ લઇને ઉભેલ ઇસમને તેનું નામઠામ પુછી તેના માલિકી અંગેના આધાર પુરાવા માગતાં કોઈ સંતોષ કારક જવાબ આપેલ નહીં અને કોઈ આધાર પુરાવા રજુ ન કરતાં મળી આવેલ હિરો સ્પેલેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/- નું ભારતીય નાગરીક સુરક્ષા સહિંતા ૨૦૨૩ ની કલમ. ૧૦૬ મુજબ કબજે કરી આરોપી શંકર લાલુભાઈ જાતે જોગી ઉ.વ.૨૦ હાલ રહે. ઘોડા ફાર્મ છાપરામાં હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.ગાંધી સરણા તા.કોટાડા જી.ઉદયપુર વાળાને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ.૩૫(૧)(ઇ)મુજબ આજરોજ ડીટેઇન કરી મો.સા.ના એન્જીન-ચેચીસ નંબર આધારે ઇ-ગુજ કોપ તથા પોકેટ કોપ તેમજ ઉપલબ્ધ સોફ્ટવેર તથા મોટર સાયકલ ચોરીઓના ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા સદર હિરો હોન્ડા મોટર સાયકલ અંગે અમદાવાદ જીલ્લાના નરોડા પોલીસ સ્ટેશન ગુ.૨. ન.૧૧૧૯૧૦૩૫૨૬૦૪૧૧/૨૦૨૬ બી.એન.એસ. કલમ.૩૦૩(૨) મુજબ ગુન્હો નોંધાયેલ હોય પકડાયેલ આરોપીને વધુ તપાસ અર્થે હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે. ખાતે સોપેલ છે.

ડીટેકટ થયેલ ગુન્હાઓ

(૧) અમદાવાદ જીલ્લાના નરોડા પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૧૧૧૯૧૦૩૫૨૬૦૪૧૧/૨૦૨૬બી.એન.એસ. કલમ.૩૦૩(૨) મુજબ

પકડાયેલ આરોપી

(૧) શંકર લાલુભાઈ જાતે જોગી ઉ.વ.૨૦ હાલ રહે. ઘોડા ફાર્મ છાપરામાં હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.ગાંધી સરણા તા.કોટાડા જી.ઉદયપુર

પકડવાના બાકી આરોપી

(૧) પ્રવિણભાઇ હવીયા જોગી હાલ રહે.ઘોડા ફાર્મ છાપરામા હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.સડા તા.કોટાડા જી.ઉદયપુર

(ડી.સી.સાકરીયા) પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ હિંમતનગર- સાબરકાંઠા

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

P.1.શ્રી ડી.સી.સાકરીયા, એલ.સી.બી. હિંમતનગર

P.S.I.શ્રી વી.આર.ચૌહાણ, વડાલી પોલીસ સ્ટેશન

P.C.કપીલભાઈ કલ્યાણસિંહ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.

P.C.વિપુલ સિંહ નવલસિંહ હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે.

P.C.પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ, ખેડબ્રહમા પો.સ્ટે.

P.C.અભિજીતસિંહ શ્રવણસિંહ, ખેડબ્રહમા પો.સ્ટે.

P.C.નરેન્દ્રકુમાર મોતીભાઈ, વડાલી પો.સ્ટે.

P.C.કૌશિક રાજુભાઇ, ખેરોજ પો.સ્ટે.
📲Get App