🔥 TRENDING Congress MLA Serves Notice to 180 Karn... Karnataka Man Sentenced to Six Years f... Gold price drops to ₹1.53 lakh per 10g... Gold Prices in Rajasthan on 22 Sep 202... Mamta Kulkarni to Receive Lifetime Ach... Tamil Nadu government expands free bus...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમને હિંમતનગર એ ડીવ. પો.સ્ટે.

રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમને હિંમતનગર એ ડીવ. પો.સ્ટે.

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 20 Jul 2026, 01:32 PM 👁 93
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમને હિંમતનગર એ ડીવ. પો.સ્ટે.

વિસ્તારમાં અર્ટીકા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૭

કિ.રૂ. ૨,૫૪,૧૪૯/-સાથે મળી કુલ કિ.રૂ. ૭,૫૯,૧૪૯/-ના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચસાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) સાહેબ, ગાંધીનગરવિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ (IPS) સાહેબ, સાબરકાંઠા નાઓએ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો જુદીજુદી તરકીબો કરી દારૂની ગેરકાયદેસર હેરાફેરીની પ્રવૃતીકરતાહોય આવા ઇસમોની પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ જે આધારે પો.ઇન્સ. શ્રી ડી.સી.સાકરીયા એલ.સી.બી. નાઓ દ્વારા દારુની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી કેસો શોધી કાઢવા સારુ એલ.સી.બી. સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.

ઉપરોકતટીમનામાણસોતા.૨૦/૦૭/૨૦૨૬નારોજ ખાનગી વાહનમાં તલોદ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા, આ દરમ્યાન પો.ઇન્સ. શ્રી ડી.સી.સાકરીયા એલ.સી.બી.નાઓને બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મારૂતી અર્ટીકા ગાડી નં.RJ-27-TB-1498 માં એક ઇસમ રાજસ્થાનથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી લઇ અમદાવાદ તરફ જનાર છે.” સદર બાતમી આધારે હિંમતનગર હાઇવે રોડ ઉપર કાકણોલ ગામની સીમમાં હરીપુરાકંપાના પાટીયા પાસે સ્મૃતિધામ નજીક રોડ ઉપર સદર ગાડીની વોચ/નાકાબંધીમાં ઉભા રહેલ. દરમ્યાન બાતમી હકીકત મુજબની ઉપરોકત ગાડી આવતા તેને રોકી તેમાં બેસેલ ઇસમોના નામઠામ પુછી ગાડીમાં ચેક કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ ભરેલ હોય દારુ રાખવા અંગેનું પાસપરમીટ માગતાં તેઓની પાસે ન હોઇ વિદેશી દારૂ બોટલ નંગ-૧૦૭ કિંમત રૂ. ૨,૫૪, ૧૪૯/-, તથા મોબાઈલ ફોનની કિંમત રૂ.૫૦૦૦/-, તથા મારૂતી અર્ટીકા ગાડી નં.RJ-27-TB-1498 કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર એ ડીવ. પો. સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૬૨૬૯૧૯/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ ૬૫(એ) (ઈ), ૮૧, ૮૩ ગુન્હો રજીસ્ટર કરી ગણનાપાત્ર કેસ શોધી કરેલ છે

કબ્જે કરેલ મુદ્દામાલ :-

(૧)કુલ બોટલ નંગ-૧૦૭

૨,૫૪,૧૪૬/-

(૨)મોબાઈલ ફોન નંગ-૦૧

૫૦૦૦/-

(૩)ફોર વ્હીલ વાહન-૧

૫,૦૦,૦૦૦/-

(૪)મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા

(૫)કિ.રૂ. : ૭,૫૯,૧૪૯/-

પકડાયેલ આરોપી:-

(૧) પરવતસિંહ સ/ઓ ચંદનસિંહ ગોંડ (રાજપુત) રહે.ગામડા પાલૂ
ચોકવાડા તા.જી.સલુમ્બર (રાજસ્થાન)
પકડવાના બાકી આરોપીઓ:-

(૧) રવિન્દ્રસિંહ ચૌહાણ રહે.કતીસોર તા.આસપુર જી.ડુંગરપુર (રાજસ્થાન) મો.નં.૭૩૦૦૩૭૧૧૯૭

(૨) અમદાવાદના ગોતા મુકામે પ્રોહી મુદ્દામાલ લેવા આવનાર અજાણ્યો ઇસમ નામઠામ જણાઈ આવેલ નથી.

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારી

પો.ઈન્સ. શ્રી ડી.સી.સાકરીયા

એ.એસ.આઈ. વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ

ટેક.એ.એસ.આઈ. હેમાંશુરાજ ભુપેન્દ્રસિંહ

આ.હે.કો. રાજેન્દ્રસિંહ ખુમાનસિંહ

આ.પો.કો. કનકસિંહ દિલીપસિંહ

આ.પો.કો.જતિનકુમાર નટુભાઈ


(ડી.સી.સાકરીયા)

પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

અલ આસિસ્ટન્ટ
📲Get App