🔥 ट्रेंडिंग ખાંભા તાલુકા મથકે એસટી ડેપો ચાલુ કરવા... રોહિયાળ તલાટના પાંડકુંડ અને કોલવેરા હિ... બગસરા ના લુઘીયા ગામના પાદરમાં સિંહે ગા... પેઢારદેવી ખાતે અસ્ટ્રોલ યોજનાના વોટર ટ... ସଂସଦର ସ୍ୱତନ୍ତ୍ର ଅଧିବେଶନରେ ଆଗତ ହେବ ସୀମା... ब्यावर में 135 साल पुराना श्री वेंकटेश...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જાફરાબાદ માં અકસ્માત રોકવા માટે બમ્પર મુકવામાં આવ્યા પાલિકા પ્રમુખ પ્રતિનિધિ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 28 नव. 2026, 10:47 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જાફરાબાદ માં અકસ્માત રોકવા માટે બમ્પર મુકવામાં આવ્યા પાલિકા પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલ્લભાઇ બારૈયા દ્વારા વધતા જતા અકસ્માતોને નિયંત્રણ કરવા અને વાહનોની ગતિ અંકુશ મેળવવા માટે મુખ્ય માર્ગો પર સ્પીડ બમ્પર મુકવામાં આવ્યા

જાફરાબાદ માં તારીખ ૨૫/૧૧/૨૦૨૬ ના રોજ સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ની ગંભીરતા ધ્યાને લઇ પાલિકા પ્રમુખ પ્રતિનિધિ નિ‌ષ્ઠવાન અને પ્રમાણીક એવા પ્રફુલ્લભાઇ બારૈયા દ્વારા બગીચા રોડ અને મુખ્ય માર્ગો ઉપર અકસ્માત રોકવા માટે સ્પીડ બમ્પર મુકવામાં આવ્યા છે. અકસ્માત નિવારણ અને રાહદારીઓની સુરક્ષા ના હેતુસર અનેક મુખ્ય માર્ગો ઉપર સ્પીડ બમ્પર મુકવામાં આવ્યા છે. આઇકોનિક રોડ ઉપર તેમજ ભરચક્ક વિસ્તાર કે જ્યાં ટુ વ્હીલર ટ્રકો ફોર વ્હીલર તથા અન્ય વાહનો ની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય તેવા વાહનચાલકો ની ગતિ નિયંત્રણ લાવવા અને થતાં અકસ્માતોને રોકવા માટે સ્પીડ બ્રેકર મુકી નાગરિકો ની સલામતિ માટે અને અનમોલ માનવ જીંદગી ના છિનવાઈ તે હેતુ થી પાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપર સ્પીડ બમ્પર મુકવામાં આવ્યા છે. આ કામગીરી જાફરાબાદ નગરપાલિકા ચિફ ઓફિસ ભાવનાબેન ગોસ્વામી તેમજ પાલિકા પ્રમુખ શ્રી ના પ્રતિનિધિ પ્રફુલ્લભાઇ બારૈયા તેમજ તેમની ટીમ દ્વારા બગીચા વિસ્તારમાં તથા ચોકડી નજીક તેમજ અન્ય માર્ગો ઉપર સ્પીડ બમ્પર (સ્પીડ બ્રેકર) મુકી ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અકસ્માત રોકવા માટે અને અનમોલ માનવ જીંદગી બચાવવા માટે ઉત્તમ કામગીરી હાથ ધરવામાં આવી હતી
📲Get App