🔥 ट्रेंडिंग अजमेर में चाकू लेकर घूमते व्यक्तियों क... अम्बिकापुर में खुली जगह पर सोने के बाद... পুরুলিয়া শহরে যানজট কমাতে দুইটি অটো‑ম... पटना हाईकोर्ट ने प्रशांत किशोर व सात स... कोरबा के उमंग हॉस्टल में विशेष आवश्यकत... દાણીલીમડા વિસ્તારમાં પોલીસે કપસીરપ સાથ...
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જનતા સાથે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બનાવવા બગસરા પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 27 नव. 2026, 09:18 AM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જનતા સાથે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બનાવવા બગસરા પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી

જનતા અને પોલીસ વચ્ચે વિશ્વાસ, પારદર્શિતા તથા જવાબદારી વધુ મજબૂત બને તે હેતુસર પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત દ્વારા બગસરા પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.

તપાસણી દરમિયાન પોલીસ અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ અંતર્ગત કુલ-6 અરજદારોને તેમના મુદામાલ સોંપવામાં આવી.


આ ઉપરાંત અરજદારો સાથે રૂબરૂ મુલાકાત યોજી તેમની અરજીઓ અંગે અત્યાર સુધી થયેલી તપાસ, કરવામાં આવેલી કાર્યવાહી તથા હાલની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. અરજદારોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી પોલીસ અધિક્ષકશ્રીએ તપાસની પ્રગતિ અને કામગીરી અંગે જરૂરી સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ સામેની કાર્યવાહી, જમીન-મિલકતના વિવાદો, પારિવારિક પ્રશ્નો તેમજ જાહેરહિતને લગતી વિવિધ અરજીઓની પણ ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. અરજદારો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અંગે પોલીસ કામગીરી પ્રત્યેનો પ્રતિભાવ પણ જાણવામાં આવ્યો હતો.

પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત દ્વારા સંબંધિત અધિકારીઓને દરેક અરજીમાં નિષ્પક્ષતા, પારદર્શિતા અને સમયબદ્ધતા જાળવી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ નાગરિકોને ઝડપી, સંવેદનશીલ અને અસરકારક પોલીસ સેવા મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

આ વાર્ષિક તપાસણી દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓ દ્વારા બગસરા તાલુકાના સુડાવડ ગામ ખાતે વિલેજ વિઝિટ કરવામાં આવી.
આ વિલેજ વિઝિટ દરમિયાન સૌપ્રથમ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી, જેમાં અભ્યાસ કરતા આશરે દોઢસો વિદ્યાર્થીઓ નાના બાળકો સાથે ગુડ ટચ બેડ ટચ અંગે સંવાદ કર્યો તેમજ બાળકોને જરૂરી માર્ગદર્શન એસપી સાહેબ તરફથી આપવામાં આવ્યું.
સાથોસાથ ગામની આંગણવાડીની પણ મુલાકાત કરી અને આંગણવાડીના બહેનો તથા બાળકો સાથે પણ સંવાદ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીનાઓ દ્વારા સુડાવડ ગામમાં લગાવવામાં આવેલા અત્યાધુનિક સીસીટીવી કેમેરાઓની પણ મુલાકાત કરવામાં આવી હતી અને મોબાઈલ ફોનમાં ઓપરેટ થતા સીસીટીવી કેમેરાઓને ચકાસી આ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ સુડાવડ ગામના લોકો સાથે લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ લોક દરબાર દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીનાઓ દ્વારા ગામની વસ્તી આધારિત, જાતિ આધારિત તેમજ ભૌગોલિક સ્થિતિની સમજ મેળવી હતી.
ગામના લોકોના આર્થિક ઉપાર્જનના સ્ત્રોત તેમજ યુવાધનની કાર્યશૈલી બાબતે પણ ચકાસણી કરવામાં આવી હતી.
ગામમાં આવેલા તમામ ધાર્મિક સ્થળોની માહિતીથી પણ તેઓ વાકેફ થયા હતા.
સાથોસાથ હાજર રહેલા ગ્રામજનોને ૧૧૨ જનરક્ષક, ૧૮૧ અભયમ, ૧૯૩૦ સાયબર હેલ્પલાઈન વગેરે જેવી ગુજરાત પોલીસની સુવિધાઓ અને સેવાઓની સમજ આપવામાં આવી હતી.
આ સાથે એસપી સાહેબશ્રી દ્વારા સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે અને તેનાથી બચવા શું શું કરી શકાય? કેવા પગલાઓ લઈ શકાય? તેમજ આ પ્રકારના ગુનાઓમાં યુવાધન ન સંડોવાય તે માટે શું તકેદારી અને કાળજી રાખવી તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગામમાં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે કે કેમ તે બાબતે પણ પ્રશ્નોતરી કરી હતી અને આગામી દિવસોમાં આવનાર ચુંટણીઓમાં ગામમાં શાંતિનો માહોલ જળવાઈ રહે અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના કોઈ પ્રશ્ન ન બને તે માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચન એસપી સાહેબનાઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

જનતાનો વિશ્વાસ એ જ પોલીસની સૌથી મોટી જવાબદારી અને તાકાત છે.
📲Get App