🔥 ट्रेंडिंग Haryana U-23 महिला क्रिकेट टीम Uttarak... दोस्त की शादी में शराब पीने की घटना पर... 📰 NEED24 NEWS आईएमडी ने आज दिल्ली, पंजाब, हरियाणा मे... मंगलपुर नदी पर पुल क्षतिग्रस्त, लोहे क... अजमेर में चाकू लेकर घूमते व्यक्तियों क...
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડિયાના બાંટવા દેવળી, અમરેલીના રાંઢીયા અને કમીગઢ મુકામે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 27 नव. 2026, 09:25 AM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડિયાના બાંટવા દેવળી, અમરેલીના રાંઢીયા અને કમીગઢ મુકામે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

કમીગઢ-જાળીયા વચ્ચે માર્ગના વિકાસકામનું ખાતમુહૂર્ત સંપન્ન, અંદાજે રૂ. ૫ કરોડના ખર્ચે નવો રોડ બનાવવામાં આવશે

બાંટવા દેવળી-ચારણિયા માર્ગ પર રૂ. ૪૦ લાખના ખર્ચે નવો માઈનર બ્રિજ બનાવવામાં આવશે

રાંઢીયા મુકામે નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કરતાં રાજ્યમંત્રી શ્રી વેકરીયા


અમરેલી તા. ૨૬ નવેમ્બર
રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા અને માળખાગત સુવિધાઓના નેટવર્કને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે વડિયા તાલુકાના બાંટવા દેવળી તેમજ અમરેલીના રાંઢીયા અને કમીગઢ મુકામે વિવિધ વિકાસપ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય કક્ષાએ પરિવહન અને પાયાની સુવિધાઓ સુલભ બનવાથી સમગ્ર પંથકના આર્થિક અને સામાજિક વિકાસને નવી ગતિ મળશે.

માર્ગ અને મકાન વિભાગ-પંચાયત અંતર્ગત કમીગઢથી જાળીયા વચ્ચે અંદાજે રૂ. ૫ કરોડના ખર્ચે રોડના વિકાસકામનું રાજ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ ઉપરાંત, વડીયા તાલુકાના બાંટવા દેવળી-ચારણિયા માર્ગ પર ચોમાસા સહિતની ઋતુઓમાં વાહનવ્યવહાર સરળ બની રહે તે માટે રૂ. ૪૦ લાખના ખર્ચે નવનિર્મિત થનાર માઈનર બ્રિજનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ વિકાસયાત્રા અંતર્ગત અમરેલીના રાંઢીયા મુકામે નાના ભૂલકાંઓના સર્વાંગી વિકાસ, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે તૈયાર થયેલ નવનિર્મિત સુવિધાસભર આંગણવાડી કેન્દ્રનું રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ લોકાર્પણ કરી ગ્રામજનોની સેવામાં સમર્પિત કર્યું હતું. આ આંગણવાડી રૂ. ૨૫ લાખના ખર્ચે બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાંઢીયા મુકામે સી.સી.રોડના વિકાસકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વિવિધ વિકાસ પ્રકલ્પોના કાર્યક્રમોમાં તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સ્થાનિક પદાધિકારીઓ, ગામના સરપંચશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારમાં થયેલા આ મહત્વપૂર્ણ વિકાસકાર્યો બદલ ગ્રામજનોએ રાજ્ય સરકાર અને રાજ્યમંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
📲Get App