🔥 TRENDING Indore SDM Babu charged with ₹2.5 lakh... ਬਲੈਂਕਟ ਬੰਦ ਦੀ ਘਟਨਾ Truck crash on Vidisha Road, Ashoknaga... राज्य कक्षा के मंत्री कौशिक वेकरिया का... अनंत सिंह के दोनों बेटे पहुंचे बेगूसरा... Congress Wins Six of Eight Panchayat S...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

લીલીયા.સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે બંધારણ ગૌરવ દિવસ ની ગૌરવભેર ઉજવણી

✍️ Reporter: Hanif Katiyar 🗓 27 Nov 2026, 07:24 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લીલીયા મોટા | બંધારણ ગૌરવ દિવસની ગૌરવભેર ઉજવણી

ભારતીય લોકશાહીના પાયારૂપ બંધારણના મૂલ્યોને યાદ કરી લીલીયા મોટા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ‘સંવિધાન ગૌરવ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં આચાર્ય ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડ સહિત સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આચાર્યશ્રીએ બંધારણના અધિકારો, ફરજો અને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા તથા બંધુતાના મૂલ્યો અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

એન.એસ.એસ. અને જ્ઞાનધારા અંતર્ગત ઓનલાઈન ક્વિઝનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંતે બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કરી બંધારણીય મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

રિપોર્ટર: ઈમરાન એ. પઠાણ | લીલીયા મોટા
📲Get App