🔥 ट्रेंडिंग कम लागत में बकरी पालन: ग्रामीण युवाओं... झारखंड: पत्नियों के झगड़े में भाईयों न... স্কুলের ঘরে তালাবন্দি! ঘর পরীক্ষা না ক... காரைக்குடி சேது பாஸ்கரா பள்ளி மாணவர்கள... સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની પ્ર... Breaking news
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વલસાડમાં બંધારણ દિવસે 'વિકસિત ભારત યુવા સંવાદ' કાર્યક્રમથી યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ જગાવ્યો

✍️ रिपोर्टर: Makvana Chandravadan bahadurbhai 🗓 27 नव. 2026, 09:09 AM 👁 27
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મેરા યુવા ભારત (MY Bharat) દ્વારા વલસાડમાં યોજાયેલ ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમમાં પદ્મશ્રી ડૉ. યઝદી ઇટાલિયા અને યુથ આઇકોન મનાલી માંગુકિયાએ યુવાનોને પ્રેરણા આપી.

મેરા યુવા ભારત (MY Bharat) દ્વારા વલસાડમાં બંધારણ દિવસ નિમિત્તે વાપીની સી.ડી. ઝોબાલિયા રોફેલ આર્ટ્સ એન્ડ આઈ.એસ.આર. અચ્છારીવાલા રોફેલ કોમર્સ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ યુવાનોને વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પ સાથે જોડવા, રાષ્ટ્રનિર્માણમાં તેમની ભૂમિકા અંગે જાગૃત કરવા અને નશામુક્ત ભારતના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો હતો.

કાર્યક્રમના વિશેષ આકર્ષણરૂપે પદ્મશ્રી સન્માનિત ડૉ. યઝદી ઇટાલિયાએ ઉપસ્થિત યુવાનો સાથે પોતાના જીવનના અનુભવો, સંઘર્ષ, સિદ્ધિઓ અને સમાજસેવા સાથે જોડાયેલા વિચારોની આપ-લે કરી હતી. તેમણે પોતાના પ્રેરણાદાયી જીવનપ્રવાસ દ્વારા યુવાનોને દૃઢ સંકલ્પ, શિસ્ત અને સતત પ્રયત્નો દ્વારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા તેમજ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવા પ્રોત્સાહિત કર્યા હતા. યુથ આઇકોન મનાલી માંગુકિયાએ ‘વિકસિત ભારત @૨૦૪૭’ વિષય પર પ્રેરણાદાયી રજૂઆત કરી હતી, જેમાં તેમણે ભારતની વિકાસયાત્રા, રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા અને સ્વસ્થ અને નશામુક્ત સમાજના નિર્માણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમ દેશભરના ૩૦ થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૬૦૦થી વધુ જિલ્લાઓમાં આવેલી ૫૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાઈ રહેલા રાષ્ટ્રવ્યાપી અભિયાનનો એક ભાગ હતો. આ પહેલ દ્વારા યુવાનોને રાષ્ટ્રીય મહત્વના વિષયો પર વિચાર-વિમર્શ કરવા, પોતાના વિચારો રજૂ કરવા અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ભાગીદારી નિભાવવા માટે મંચ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

બંધારણ દિવસના મહત્વને ઉજાગર કરતાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને યુવાનોએ ભારતીય બંધારણની આમુખનું સામૂહિક પઠન કર્યું હતું. આ પ્રસંગે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના બંધારણીય મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અને સંવાદ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને મહાનુભાવો સાથે સીધો સંવાદ સાધવાની, પોતાના પ્રશ્નો રજૂ કરવાની અને માર્ગદર્શન મેળવવાની તક મળી હતી.
📲Get App