Local
વલસાડમાં 'બાળ મેળો-2026'નું ભવ્ય આયોજન
વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલના અધ્યક્ષસ્થાને વલસાડપારડી ખાતે રામલાલા મંદિરના હોલમાં 'બાળ મેળો-2026'નું આયોજન થયું.
વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલના અધ્યક્ષસ્થાને વલસાડપારડી ખાતે રામલાલા મંદિરના હોલમાં 'બાળ મેળો-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પંચાયત પ્રમુખે આંગણવાડી કાર્યકરોની અદભૂત કામગીરીને બિરદાવી અને વધુ બાળકોને કેન્દ્રમાં આવવા પ્રોત્સાહિત કર્યા.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે કાર્યકરોની મહેનત અને બાળકોની કૃતિઓની પ્રશંસા કરી.
મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ અધ્યક્ષ દક્ષાબેન ચૌધરીએ બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડી કેન્દ્રોની ભૂમિકા પર ભાર મૂક્યો અને કાર્યકર બહેનોને અભિનંદન પાઠવ્યા.
બાળ મેળામાં 15 ઘટકોના બાળકો દ્વારા બાળગીત, એકપાત્રીય અભિનય અને બાળ વાર્તા જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ, સાથે TLM અને પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરો દ્વારા વિજ્ઞાન પ્રદર્શન પણ યોજાયું. વિજેતાઓમાં વલસાડ ઘટક-2, ધરમપુર ઘટક-1, ઉમરગામ ઘટક-2 વગેરેને પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મળ્યું. પોષણ માસ દરમિયાન સેજા અને આંગણવાડી કેન્દ્રોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા. કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ અને ICDS પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાકુમારી પટેલે સ્વાગત પ્રવચન કર્યું.