🔥 TRENDING 15 वर्षीय वैभव सूर्यवंशी ने 53 गेंदों... Small Hydro Power Emerges as Key Clean... Sikkim Leads in Sustainable Architectu... Sikkim CM launches four‑day exhibition... Arunachal Pradesh seeks detailed data... Four Delhi Cyber‑Fraud Suspects Arrest...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાણાગઢ નજીક વન વિભાગની મોટી કાર્યવાહી: ૨૯ દેશી-વિદેશી પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 25 Nov 2026, 12:25 AM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નળસરોવરના રાણાગઢ નજીક ધોડી થડી તરીકે જાણીતા વિસ્તારમાં વન વિભાગની ટીમે કાર્યવાહી કરી દોમળા દશરથભાઈ તેજાભાઈ નામના શિકારીને ૨૯ જેટલા દેશી-વિદેશી પક્ષીઓ સાથે ઝડપી પાડ્યો હતો.
વન વિભાગે શિકારી પાસેથી પક્ષીઓના શિકાર માટે ઉપયોગમાં લેવાતી પાંખંડ, એક ઓરકુ અને એક વાસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કાર્યવાહીમાં કુલ ૨૯ પક્ષીઓમાંથી ૨૫ પક્ષીઓને જીવિત બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ચાર પક્ષીઓનાં મોત નિપજ્યાં હતાં. મૃતક પક્ષીઓમાં દુર્લભ ગણાતી કોમન પોચાર્ડ પ્રજાતિનાં બે પક્ષીઓનો પણ સમાવેશ થાય છે.
વન વિભાગની ટીમે તમામ મુદ્દામાલ જપ્ત કરી શિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App