🔥 TRENDING ಇಂದು ಹಿರೇಎಮ್ಮಿಗನೂರಿನಲ್ಲಿ ಕರಡಿ ದಾಳಿಗೆ... ભારતમાં અત્યાર સુધીની પ્રગતિ હિંમતનગરમાં એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્... शहर में नया अस्पताल खुला, स्वास्थ्य से... ભાદરવા ધામમાં ભક્તિનો મહાસાગર! ભાથીજી... રાજપીપલાનું નિષ્કામ કર્મ સેવા ટ્રસ્ટ પ...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

હિંમતનગરમાં એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જનજાગૃતિ સેમિનાર અને રેલી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 22 Nov 2026, 05:55 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અંગે જનજાગૃતિ સેમિનાર અને રેલી યોજાઈ..

સાબરકાંઠામાં-:
હિંમતનગર તાલુકા હેલ્થ કચેરીમાં ધારાસભ્ય વી ડી ઝાલાની ઉપસ્થિતિમાં એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) અંગે જનજાગૃતિ સેમિનાર અને રેલીનું આયોજન કરવામાં આવ્યું.એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એટલે જીવાણુઓમાં દવાઓ સામે પ્રતિકારક શક્તિ વિકસવાની ગંભીર વૈશ્વિક આરોગ્ય સમસ્યા છે.ધારાસભ્ય ઝાલાએ જણાવ્યું કે આ મુદ્દો માત્ર આરોગ્ય વિભાગનો મર્યાદિત વિષય નથી, પરંતુ સમગ્ર સમાજના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે જોડાયેલો મહત્વપૂર્ણ પડકાર છે..

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉકટર કિશોરસિંહ એસ ચારણે જણાવ્યું કે સાબરકાંઠા આરોગ્ય વિભાગ AMR જાગૃતિ અભિયાન હેઠળ શૈક્ષણિક સંસ્થાઓ,આરોગ્ય સંસ્થાઓ અને જનસમુદાયમાં વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ ચલાવી રહી છે અને એન્ટિબાયોટિક દવાઓના તર્કસંગત ઉપયોગ અંગે લોકોમાં સમજ કેળવવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.નાગરિકોને અપીલ કરવામાં આવી કે એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ માત્ર જરૂરિયાત મુજબ અને તબીબની સલાહ અનુસાર જ કરવો,જેથી તેમની અસરકારકતા જાળવી રાખી શકાય અને ભવિષ્યમાં સારવાર માટે જોખમો ટાળી શકાય.કાર્યક્રમમાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી,તાલુકા હેલ્થ ઓફિસર, નર્સિંગ કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા; સેમિનાર બાદ જનજાગૃતિ રેલી યોજાઈ, જેનાથી નાગરિકોમાં AMR અંગે જાગૃતિ ફેલાઈ.
📲Get App