🔥 TRENDING ಸಿರವಾರದಲ್ಲಿ ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್ ಜಯಂತಿ ಆಚರಣ... ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳನ್ನು ಭೇಟಿ... Manipur Cherry Blossom cum Flower Fest... ગાંધીગ્રામના એસ.કે. ચોક પાસે મનીષ પરમા... ધાંગધ્રા તાલુકા અને શહેર પોલીસ સ્ટેશને... World Bank team assesses livelihood sc...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીગ્રામના એસ.કે. ચોક પાસે મનીષ પરમારની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાઈ

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 20 Nov 2026, 10:18 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હોવાની પ્રાથમિક માહિતી – ગની નામના શખ્સ પર હત્યાનો આક્ષેપ, તાજેતરમાં જેલમાંથી છૂટ્યો હોવાની ચર્ચા
રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો હોવાની ચિંતાઓ વચ્ચે હત્યાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં અલગ-અલગ બે સ્થળોએ હત્યાની ઘટનાઓ બનતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એક પછી એક બનેલી આ ઘટનાઓને પગલે સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એસ.કે. ચોક પાસે મનીષ પરમાર નામના યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગની નામના યુવકે મનીષ પરમારને છરીના અનેક ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા બાદ મનીષ પરમારનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે.

આ ઘટનામાં ગની નામના શખ્સનું નામ સામે આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપી ગની તાજેતરમાં જ જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. જૂની અદાવત કે પ્રેમપ્રકરણને લઈને આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હત્યામાં વપરાયેલા હથિયાર, આરોપીની સંડોવણી અને ઘટનાના મૂળ કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી છે.
પોલીસની કામગીરી સામે સવાલો
રાજકોટમાં એક પછી એક હત્યા અને છરી વડે હુમલાની ઘટનાઓ સામે આવતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી ગુનાખોરીમાં સંડોવાય છે કે કેમ તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે.

અહેવાલ : પરાગ ચૌહાણ - રાજકોટ
📲Get App