🔥 TRENDING NIA ordered to submit documents to Tah... ગાંધીનગરમાં MLA ક્વાર્ટર પર ગુજરાતના ય... Assam Govt Reviews Arrangements for Bh... Assam activist Akhil Gogoi says Congre... 22 नवंबर को जिलेभर में पिलाई जाएगी पल्... ನಾರಾಯಣಪುರ ಬಲದಂಡೆ ಕಾಲುವೆಗೆ ನಿರಂತರ ನೀರು...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હિંડોરણા ચોકડી પાસે અકસ્માતમાં ફસાયેલ પ્રસૂતા મહિલા અને નવજાત શિશુની મદદે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી

✍️ Reporter: Anil Vaghela 🗓 17 Nov 2026, 09:15 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિંડોરણા ચોકડી પાસે અકસ્માતમાં ફસાયેલ પ્રસૂતા મહિલા અને નવજાત શિશુની મદદે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી

રાજ્યપાલશ્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી વેળાએ પ્રોટોકોલ છોડીને કાફલો રોક્યો, પોતાની ગાડીમાં માતા અને નવજાત બાળકને બાબરકોટ ઘર સુધી પહોંચાડ્યાં

રાજુલાના હિંડોરણા ચોકડી પાસે પ્રસૂતા મહિલા અને તેના નવજાત શિશુને અકસ્માત નડતાં મુશ્કેલીમાં મુકાયાં હતાં. આ દરમિયાન રાજ્યપાલશ્રીના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની નજર અકસ્માતગ્રસ્ત મહિલા પર પડતાં તેમણે તાત્કાલિક પોતાનો કાફલો રોકાવી મદદ માટે આગળ આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના ગીતાબેન મહેશભાઈ ચૌહાણ રાજુલા ખાતે પ્રસૂતિ માટે આવ્યાં હતાં. પ્રસૂતિ બાદ નવજાત શિશુને લઈને તેઓ પોતાની કારમાં બાબરકોટ તરફ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન હિંડોરણા ચોકડી પાસે તેમની કારને અકસ્માત નડતાં માતા અને નવજાત બાળક મુશ્કેલીમાં મુકાયાં હતાં.

આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પોતાનો પ્રોટોકોલ અને કાફલો રોકીને તાત્કાલિક વાહનમાંથી નીચે ઊતરી મહિલાની સ્થિતિ જાણી હતી. માનવતાને પ્રાધાન્ય આપીને તેમણે માતા અને નવજાત શિશુને પોતાની ગાડીમાં બેસાડ્યાં અને પરિવારજનો સાથે સુરક્ષિત રીતે બાબરકોટ ખાતે તેમના ઘર સુધી પહોંચાડ્યાં હતાં.

એક જનપ્રતિનિધિ તરીકે જવાબદારીની સાથે માનવતાને પણ પ્રાધાન્ય આપીને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કપરા સમયે એક માતા અને નવજાત શિશુની મદદે પહોંચી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
📲Get App