🔥 TRENDING ಬೀದರದ 'ಅಕ್ಕ ಪಡೆ': ಮಹಿಳೆ ಮತ್ತು ಮಕ್ಕಳ ಸು... ಭಾಲ್ಕಿಯಲ್ಲಿ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಮತ್ತು ಲಾರಿ ಚಾಲ... ಬೀದರದ ಭಾಲ್ಕಿಯಲ್ಲಿ ರಸ್ತೆ ಸುರಕ್ಷತಾ ನಿಯಮಗ... ಬೀದರ ಪೊಲೀಸ್, ವೈದ್ಯರು, ತನಿಖಾಧಿಕಾರಿಗಳು ಕ... 🇮🇳 सिंधी समाज के युवा क्रिकेटर लक्ष्य... ಬೀದರ್ ಸಂಗೀತ ಕಲಾವಿದ ಕೃಷ್ಣ ಮುಖೇಡಕರ್‌ಗೆ ‘...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે સાધુ-સંતોનો સન્માન સમારોહ યોજાયો* **** *સાબરકાંઠામાં ગ્રામ પંચાયતો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં ભગવાન બિરસા મુંડાની આરતી, દીપ પ્રાગટ્ય અને જીવનગાથાનું વાચન કરાયું*

✍️ Reporter: Alpeshkumar Amruthbai Patel 🗓 14 Nov 2026, 08:48 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે સાધુ-સંતોનો સન્માન સમારોહ યોજાયો* **** *સાબરકાંઠામાં ગ્રામ પંચાયતો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં ભગવાન બિરસા મુંડાની આરતી, દીપ પ્રાગટ્ય અને જીવનગાથાનું વાચન કરાયું*

*
***

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬’ અને ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ખેડબ્રહ્મા ખાતેની ડી.ડી. ઠાકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલની ઉપસ્થિતિમાં સાધુ-સંતોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાધુ-સંતોનું સન્માન કરી તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ ગ્રામ પંચાયતોમાં ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા અને તસવીર સમક્ષ આરતી ઉતારી તથા દીપ પ્રાગટ્ય કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને આદિવાસી સમાજના ઉત્થાન માટેના તેમના યોગદાનને યાદ કરી તેમના જીવન ઇતિહાસનું વાચન કરવામાં આવ્યું હતું.

જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ઘરે-ઘરે દીપ પ્રાગટ્ય કરીને જનજાતીય ગૌરવ અને સાંસ્કૃતિક પરંપરાઓની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, વિવિધ સંસ્થાઓ, છાત્રાલયો તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિવિધ કાર્યક્રમો દ્વારા ભગવાન બિરસા મુંડાના બલિદાન, સંઘર્ષ, આદિવાસી સમાજના હક અને ઉત્થાન માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી નવી પેઢીમાં જનજાતીય ગૌરવ, સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રભાવનાની જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
****

રિપોટર અલ્પેશ પટેલ વડાલી
📲Get App