🔥 TRENDING राजाखेड़ा में चौथे चरण का मतदान कल: जिल... कौशांबी में हिंदू‑मुस्लिम भाईचारे की म... संतान प्राप्ति की दवाई के बहाने महिला... नाचना में इस बार सरपंच चुनाब धनबल बनाम... साइबर ठगी के म्यूल बैंक खातों पर कांके... Haryana CM Visits Jalandhar, Criticize...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદાના રાજપીપલામાં જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સંવાદ સંમેલન યોજાયું

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 13 Nov 2026, 03:45 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના રાજપીપલામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજપીપલાના ટાઉન હોલ ખાતે નાંદોદ વિધાનસભા મતવિસ્તારનું યુવા સંવાદ સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિત ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રી ડૉ. જયરામ ગામિતે જણાવ્યું હતું કે, યુવાનો દેશનું ભવિષ્ય અને વર્તમાન બંને છે. યુવાનોએ દેશ પ્રથમની ભાવના સાથે આગળ વધી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. તેમણે યુવાનોને શિક્ષણને પ્રાથમિકતા આપવા, સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા, અફવાઓ અને વ્યસનોથી દૂર રહેવા તેમજ પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી. સાથે જ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે ભગવાન બિરસા મુંડાના જીવનસંઘર્ષ, સમાજસેવા અને અંગ્રેજો સામેના બલિદાનને યાદ કરી જળ, જંગલ અને જમીનના સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે આદિવાસી સમાજના શિક્ષણ, રોજગાર અને આર્થિક વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.

જ્યારે પૂર્વ મંત્રી શબ્દશરણ તડવીએ વિશ્વ આદિવાસી દિવસ અને જનજાતીય ગૌરવ દિવસનું મહત્ત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર આદિજાતિ યુવા પ્રતિભાઓએ પોતાના અનુભવો રજૂ કરી સરકારી યોજનાઓથી મળેલા લાભોની જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, નગરપાલિકા પ્રમુખ શિવાનીબહેન મહેતા, તાલુકા પંચાયતના પ્રમુખો, અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો હેતુ આદિજાતિ યુવાનોમાં શિક્ષણ, જાગૃતિ, રાષ્ટ્રભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.
📲Get App