🔥 TRENDING बीड़र के पावनधाम केंद्र में बी.के. जयन... रांची में पुलिस द्वारा पुराने अपराधियो... असम में बड़ा रेल हादसा टला! कोलकाता-सै... ABVP ने महेशपुर में कैंडल मार्च कर निश... भाऊबीजेच्या दिवशी काळाचा घाला! बेझे धर... हजारीबाग के पत्रकारों ने नगर आयुक्त की...
11 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દેવગઢ બારિયાના રાજકારણમાં મોટો ભૂકંપ પુત્ર ભાજપના પાર્ટી પ્રમુખ ,પિતાએ કોંગ્રેસનો હાથ પકડ્યો

✍️ Reporter: Sureshkumar Labada 🗓 11 Nov 2026, 08:49 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દેવગઢ બારિયા માં આજે ભાજપના પાર્ટી પ્રમુખ હરેશભાઈ કરણસિંહના પિતા કરણસિંહે કોંગ્રેસમાં જોડાઈને હાથનો ખેસ ધારણ કર્યો, જે સ્થાનિક રાજકારણમાં મોટો ઝટકો સાબિત થયો.

દેવગઢ બારિયામાં ભાજપને મોટો ઝટકો! પુત્ર ભાજપના પાર્ટી પ્રમુખ, પિતાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો!

દેવગઢ બારિયા: સ્થાનિક રાજકારણમાં આજે એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. દેવગઢ બારિયા ભાજપના હાલના પાર્ટી પ્રમુખ હરેશભાઈ કરણસિંહના પિતા અને કરણ મામાના હુલામણા નામથી જાણીતા ભાજપના પાયાના નેતા શ્રી કરણસિંહે આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને હાથનો ખેસ ધારણ કર્યો હતો.

કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદભાઈ નિનામાની ઉપસ્થિતિમાં 134 દેવગઢ બારિયા વિધાનસભાના પ્રભારી એડવોકેટ સુરેશ પટેલ તથા દેવગઢ બારિયા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ વખલાની હાજરીમાં કરણ મામાએ કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કરણ મામા દેવગઢ બારિયામાં ભાજપનું સંગઠન ઊભું કરવામાં પાયાની ભૂમિકા ભજવનાર નેતા છે. તેઓ પૂર્વ તાલુકા પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે અને છેલ્લા 30 વર્ષથી ખજૂરી ગામના સરપંચ તરીકે સતત લોકસેવાની જવાબદારી સંભાળી રહ્યા છે. વર્ષો સુધી ભાજપ માટે કાર્ય કરનાર કરણ મામાએ પક્ષમાં માન-સન્માન ન જળવાતું હોવાની લાગણી અને સતત અવગણનાના કારણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.

આ રાજકીય ઘટનાની ખાસ ચર્ચા એ છે કે કરણ મામાના પુત્ર હરેશભાઈ કરણસિંહ હાલમાં દેવગઢ બારિયા ભાજપના પાર્ટી પ્રમુખ તરીકે કાર્યરત છે, જ્યારે તેમના પિતા કરણ મામાએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. પિતા કોંગ્રેસમાં અને પુત્ર ભાજપના સંગઠનના પ્રમુખપદે હોવાના આ અનોખા રાજકીય ઘટનાક્રમે દેવગઢ બારિયાના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

દેવગઢ બારિયાના રાજકારણમાં આ પક્ષપલટો આગામી દિવસોમાં કઈ નવી રાજકીય ચર્ચાઓને જન્મ આપે છે તે જોવું રહ્યું.
📲Get App