🔥 TRENDING વસરાઈમાં 45 યુવાનોનું સંગઠન: દિશા ફાઉન... गाय को राष्ट्रमाता का दिलाने कि मांग य... ঘুড়িষা গ্রামে রাস্তা কাটা নিয়ে তুমুল... બારડોલી-માંડવી રોડ પર ઓટો રિક્ષા પલટાઈ... સુરતના પલસાણામાં અજાણ્યા વાહનની ટક્કરથ... मुख्यमंत्री रेखा गुप्ता ने श्री अग्रसे...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

દિવાળી તહેવારો દરમિયાન ભેસ્તાનમાં શ્રી વિનાયક રેસિડેન્સીમાં મોટી ચોરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 10 Nov 2026, 08:50 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળી દરમિયાન બંધ રહેલી શ્રી વિનાયક રેસિડેન્સીમાં સોનાની, ચાંદીની દાગીના અને રોકડની લાખો રૂપિયાની ચોરી થઈ, છેલ્લા ત્રણ દિવસમાં સમાન ચાર ચોરીની ઘટનાઓ નોંધાઈ.

શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવતી તસ્કર ટોળકી સક્રિય થઈ છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલી શ્રી વિનાયક રેસિડેન્સીમાં તસ્કરોએ રીતસરનો આતંક મચાવ્યો છે.

સમગ્ર સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસમાં ઉપરાઉપરી ચાર ચોરીના બનાવો સામે આવતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાયો છે.

સોસાયટીના પ્લોટ નંબર 6માં રહેતા પરિવાર દિવાળીનો તહેવાર મનાવવા પોતાના વતન ગયા હતા, તે દરમિયાન મોકો જોઈને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ઘરમાં રહેલા સોનાની-ચાંદીની દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની મૂલ્યની ચોરી કરી અને ફરાર થઈ ગયા.
📲Get App