🔥 TRENDING પવનપુત્ર ચોક ની દિવાળી ની રોનક वाराणसी के भेलूपर में दुष्कर्म के आरोप... અંકુર દેસાઈએ હળપતિવાસમાં બાળકો સાથે દિ... पीपलरावां में नगर कांग्रेस कमेटी का दी... સુરતમાં તાપી નદીમાં મગરનું બચ્ચું મળી,... સુરતના કામરેજ નજીક નેશનલ હાઈવે‑48 પર ગ...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બારડોલી-માંડવી રોડ પર ઓટો રિક્ષા પલટાઈ ગઈ, વડીલનું મોત અને 4 ઈજાગ્રસ્ત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 10 Nov 2026, 09:08 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પણદા ગામની સીમમાં ઓટો રિક્ષા ચાલકે કાબૂ ગુમાવતા પુલ નીચે પલટાઈ ગઈ હતી. અકસ્માતમાં 65 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બારડોલી-માંડવી રોડ પર પણદા ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાટ દોડતી પેસેન્જર ઓટો રિક્ષાના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા રિક્ષા પુલ નીચે પલટી મારી ગઈ હતી.

આ અકસ્માતમાં રિક્ષામાં બેસેલા રાયમના 65 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પુત્રી અને દોહિત્ર સહિત અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

આ અંગે બારડોલી રૂરલ પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
📲Get App