રાધનપુર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સ્નેહ મિલન કાર્યક્રમના આયોજનને લઈ હોદ્દેદારોની બેઠક યોજાઈ

ડૉ. ગોવિંદજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સદારામ હોસ્પિટલ, રાધનપુર ખાતે બેઠક યોજાઈ
રાધનપુર: નવા વર્ષના પ્રારંભે આગામી તા. 14/11/2026ના રોજ યોજાનાર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવવા આયોજનના ભાગરૂપે ડૉ. ગોવિંદજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સદારામ હોસ્પિટલ, રાધનપુર ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સમી, રાધનપુર અને સાંતલપુર તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આગામી સ્નેહ મિલન કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવા માટે આયોજન, વ્યવસ્થાઓ તેમજ કાર્યક્રમની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
સ્નેહ મિલન કાર્યક્રમના માધ્યમથી સમાજના આગેવાનો, હોદ્દેદારો અને યુવાનો એક મંચ પર આવી પરસ્પર એકતા, સંગઠન અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે તેવા હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
બેઠકમાં ઉપસ્થિત હોદ્દેદારોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહિયારા પ્રયાસો અને સંગઠિત રીતે કામગીરી કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.