🔥 TRENDING दलित उत्थान संघर्ष सेवा समिति के प्रदे... ਸੂਰਿਆਕੁਮਾਰ ਯਾਦਵ ਦੇ ਪਰਿਵਾਰ ਸਮੇਤ PM ਨਰਿੰ... अयोध्या में दीपोत्सव‑2026: शाश्वत सनात... युवा कांग्रेस ने पखांजूर में धान खरीदी... পাণ্ডুয়া থানার অন্তর্গত শিমলাগড় কালী... Man Shot Dead by Neighbour Over Parkin...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🚀 કોડીનારના વેલણ ગામથી ભારતના અવકાશ ક્ષેત્રમાં નવી ઉડાનની આશા!

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 07 Nov 2026, 07:42 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતના ત્રીજા સ્પેસપોર્ટના પ્રસ્તાવિત વિકાસ માટે કોડીનાર તાલુકાના વેલણ ગામે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ અવસરે માનનીય મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ તથા કોડીનારના

🚀 કોડીનારના વેલણ ગામથી ભારતના અવકાશ ક્ષેત્રમાં નવી ઉડાનની આશા!

ભારતના ત્રીજા સ્પેસપોર્ટના પ્રસ્તાવિત વિકાસ માટે કોડીનાર તાલુકાના વેલણ ગામે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ અવસરે માનનીય મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ તથા કોડીનારના લોકપ્રિય ધારાસભ્ય અને કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ સાથે ઉપસ્થિત રહી સ્થળની મુલાકાત લીધી.

આ દરમિયાન પ્રસ્તાવિત સ્થળની ભૌગોલિક સ્થિતિ, જમીન સંપાદનની સંભાવનાઓ, ટેકનિકલ પાસાઓ અને વિકાસલક્ષી આવશ્યકતાઓ અંગે સ્થળ પર વિગતવાર નિરીક્ષણ તથા ચર્ચા કરવામાં આવી.

આ પ્રોજેક્ટ સાકાર થાય તો કોડીનાર સહિત સમગ્ર ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રના વિકાસને નવી દિશા મળી શકે છે. સાથે જ રોજગારી, આધુનિક ટેકનોલોજી અને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે નવી તકોનું સર્જન થવાની અપાર સંભાવનાઓ છે.

આ પ્રસંગે કલેક્ટરશ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા સાહેબ, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો તથા જિલ્લા તથા તાલુકાના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Kodinar #Velan #GirSomnath #Spaceport #ISRO #Development #Saurashtra #Gujarat
📲Get App