🔥 TRENDING Massive Statewide Protest on November... ਪੰਜਾਬ ਘੁੰਮਣ ਆਈ ਵਿਦੇਸ਼ੀ ਮਾਡਲ ਨਾਲ ਵੱਡੀ ਲੁ... અંબાજી ગામના સરપંચએ દિવાળી期间 સ્થાનિક... Massive Statewide Protest on November... ધનતેરસ પાવન પર્વે મહેસાણા મહાનગરમાં નવ... পুরুলিয়ায় বিজেপি শ্রমিক সংগঠনের নতুন...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદામાં જનજાતીય ગૌરવ સપ્તાહની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ!

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 06 Nov 2026, 12:43 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યાં હતાં.

બેઠકમાં પાર્કિંગ, ટ્રાફિક, પીવાનું પાણી, આરોગ્ય અને બેઠક વ્યવસ્થા સહિતની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ૧૫ નવેમ્બરે નાંદોદમાં અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ કેમ્પસ અને દેડિયાપાડામાં નિવાલ્દા મેદાન ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજાશે.

ઉલ્લેખનીય છે કે, ૧૨થી ૧૮ નવેમ્બર દરમિયાન યુવા સંવાદ, સ્વચ્છતા અભિયાન, દીપોત્સવ, રમતોત્સવ અને મહિલા સંમેલન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.

જનજાતીય સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસને ઉજાગર કરતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.
📲Get App