🔥 TRENDING ਚੰਦੋਮਾਜਰਾ ਕੱਲ੍ਹ ਹੋਣਗੇ ਅਕਾਲੀ ਦਲ ਵਿੱਚ ਸ਼... Rescue Delayed in Chawri Bazar Acciden... Patna’s Sarrafa Market Sees Surge in L... Bihar Resumes Online Applications for... होटल गोपाल जी, अलीगढ़ के खैर बाईपास से... जयपुर के आमेर में प्रसिद्घ ट्रस्ट गार्...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

જૂનાગઢમાં બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક, માનસિંહભાઈ પરમારે આપ્યું માર્ગદર્શન

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 05 Nov 2026, 02:50 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ ગિરનાર કમલમ કાર્યાલય, જૂનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી. રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર સહિતના અધિકારીઓએ સંગઠનાત્મક વિષયો પર ચર્ચા કરી.

આજરોજ ગિરનાર કમલમ કાર્યાલય, જૂનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનના મુખ્ય અધિકારીઓએ હાજરી આપીને મોરચાની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ સહ સંગઠન મહામંત્રીશ્રી અરુણ બિન્ડાજી, રાજ્યસભાના સાંસદ તથા બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખશ્રી માનસિંહભાઈ પરમાર, પ્રભારીશ્રી જીગ્રાબેન પંડ્યા અને મોરચાના પ્રભારીશ્રી શૈલેષભાઈ ઘોપાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારશ્રીઓ, પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તથા કારોબારી સભ્યશ્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

કારોબારી બેઠકમાં સંગઠનાત્મક વિષયો, મોરચાની વર્તમાન કામગીરી તથા આગામી કાર્યક્રમો અંગે વિગતવાર માર્ગદર્શન અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક દ્વારા મોરચાના કાર્યકારોને આગળની રણનીતિ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
📲Get App