🔥 TRENDING Virat Kohli and Gautam Gambhir’s bus c... Deepfake Audio Misleads: Lavrov Dismis... India’s Top Dating Spots: Juhu Beach,... भीतरगांव में सनसनी 6 साल की मासूम शिवा... Centre to Supreme Court on UGC Equity... Trump's Domestic Weakening Raises Ques...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જમીન દફ્તર નિરીક્ષકની કચેરીમાં લાંચની માંગણીનો ટ્રેપ,શૈલેષભાઇ જાદવ પકડાયા..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 03 Nov 2026, 07:29 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગઢડા, જિ.બોટાદમાં જમીન દફ્તર નિરીક્ષકની કચેરીમાં લાંચની માંગણી કરનાર શૈલેષભાઇ જાદવને 03/11/2026ના રોજ ટ્રેપમાં પકડવામાં આવ્યા..

03 નવેમ્બર 2026ના રોજ ગઢડા, જિ.બોટાદમાં જમીન દફ્તર નિરીક્ષકની કચેરીમાં લાંચની માંગણી કરનાર શૈલેષભાઇ ધીરૂભાઇ જાદવ (ઉ.વ.૩૨, સર્વેયર વર્ગ-૩)ને ટ્રેપમાં પકડવામાં આવ્યા.ફરિયાદીએ પોતાની મિલકત જમીન દફ્તર નિરીક્ષકની કચેરીમાં પોતાના નામે ચડાવવા માટે અરજી કરી હતી.આ અરજીના અનુસંધાને આરોપીએ 5000 રૂ.ની લાંચની માંગણી કરી,જે ફરિયાદીએ નકારી દીધી અને બોટાદ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી..

લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ 5000 રૂ.ની માંગણી કરી અને સ્વીકારી, ત્યારબાદ સ્થળ પર પકડાઇ ગયો અને પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરવાનો ગુનો કર્યો.ટ્રેપિંગ અધિકારી કે.આર.દરજી, પોલીસ ઇન્સ્પેક્ટર, બોટાદ એ.સી.બી.પોલીસ સ્ટેશન અને એ.સી.બી. સ્ટાફ બોટાદ દ્વારા આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.
📲Get App