🔥 TRENDING ఆదోని లో తమ ఓటు హక్కును వినియోగించుకున... संत शिरोमणि गुरु रविदास जी के 650वें प... ಜಾಲಹಳ್ಳಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿಯಲ್ಲಿ ಕನ್ನಡ ರಾಜ್... संत रविदास महाराज यांच्या ६५० व्या जयं... Moodbidri Singer Yashwanth Breaks Worl... Punjabi Singer Turns to Fresh Farm, Ea...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ શરાબ પાર્ટી મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

✍️ Reporter: Naresh katua 🗓 01 Nov 2026, 10:41 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ શરાબ પાર્ટી મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ 38 વ્યકિ્તઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પાર્ટીના આયોજકો સહિત મહેમાનો એવા 35| વ્યકિ્તઓ અને હોટલના ત્રણ કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ દરમિયાન હોટલના સરિ્વંગ સ્ટાફ તેમજ મેનેજમેન્ટની જવાબદારી સંભાળતા વ્યકિ્તઓએ પણ દારૂનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું છે. જેના પગલે હોટલના કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ, સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા 92થી વધુ વ્યકિ્તઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. પાર્ટીમાં હાજર રહેલા લોકો પૈકી કેટલા વ્યકિ્તઓએ દારૂનું સેવન કર્યું હતું તે અંગે મેડિકલ તપાસના રિપોર્ટના આધારે વધુ સ્પષ્ટતા થશે. હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસના દરોડા બાદ હવે 38 વ્યકિ્તઓ સામે ફરિયાદ નોંધાતાં આ સમગ્ર પ્રકરણમાં હોટલના સ્ટાફની સંડોવણી પણ સામે આવી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે
📲Get App