🔥 TRENDING ਪੂਜਾ ਲਈ ਫੁੱਲ ਤੋੜਦੇ ਪਿਓ-ਪੁੱਤ ਨਾਲ ਵਾਪਰਿਆ... Bengaluru Couple Relocates to Goa, Pay... रायबरेली में लौह पुरुष सरदार वल्लभभाई... Manipur Deputy CM Calls for Safe Relea... Two Militants Arrested Over Woman's Ki... Jharkhand High Court Rejects Kashish D...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોટી કુંકાવાવ ખાતે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે રૂ. ૨.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત બે પ્રાથમિક શાળાઓના અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 31 Oct 2026, 10:59 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મોટી કુંકાવાવ ખાતે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે રૂ. ૨.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત બે પ્રાથમિક શાળાઓના અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ

દરેક બાળકના વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં શિક્ષણ આપવાનો આગ્રહ રાખવો જોઈએ
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ: સરકારી શાળાઓના નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગોમાં સ્માર્ટ ક્લાસ રૂમ અને કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ


અમરેલી તા. ૩૦ ઓક્ટોબર
અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ મુકામે શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓનો વ્યાપ વધારતા કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે બે પ્રાથમિક શાળાઓના નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગનું ગરિમાપૂર્ણ માહોલમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોટી કુંકાવાવ ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. ૧.૧૪ કરોડના ખર્ચે આકાર પામેલી શ્રી પેસેન્ટર કન્યા શાળા-૨ અને રૂ. ૧.૨૬ કરોડના ખર્ચે નવનિર્મિત શ્રી ભક્તિનગર પ્રાથમિક શાળાના સુવિધાસભર ભવનોને રાજ્યમંત્રીશ્રીએ રિબન કાપીને વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે ખુલ્લા મૂક્યા હતા.

ગ્રામ્ય વિસ્તારના બાળકોને પણ ખાનગી શાળાઓ જેવું જ શ્રેષ્ઠ અને વૈશ્વિક સ્તરનું શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે આ નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગોમાં તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યાધુનિક ડિજિટલ સ્માર્ટ ક્લાસ રૂમ, આધુનિક સ્માર્ટ સ્ટડી બોર્ડ અને ટેકનોલોજીના જ્ઞાન માટે કોમ્પ્યુટર લેબ તૈયાર કરાઇ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને પીવાના શુદ્ધ પાણીની સુવિધા અને ઉત્કૃષ્ટ સેનિટેશન બ્લોકની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય સ્તરે પણ શિક્ષણનું સ્તર વધુ ઊંચું લાવવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરવા માટે કટિબદ્ધ છે. રાજ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, દરેક વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળામાં શિક્ષણ આપવાનો આગ્રહ રાખવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં અદ્યતન શાળાઓ અને ડિજિટલ શિક્ષણ એ સમયની માગ છે, જે નવી શિક્ષણ નીતિના સફળ અમલીકરણમાં પાયાની ભૂમિકા ભજવે છે. ભૌતિક સુવિધાઓથી સજ્જ આવી સ્માર્ટ સરકારી શાળાઓ માત્ર પુસ્તકીય જ્ઞાન આપવા પૂરતી સીમિત ન રહેતા બાળકોમાં તાર્કિક વિચારસરણી, કૌશલ્ય વિકાસ અને ડિજિટલ સાક્ષરતાનો સંચાર કરે છે. છેવાડાના વિસ્તારો સુધી વૈશ્વિક સ્તરનું ગુણવત્તાસભર શિક્ષણ પહોંચાડવાના સરકારના આ ભગીરથ પ્રયાસોથી ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓની સમકક્ષ ઊભા રહીને દેશના વિકાસમાં ભાગીદાર બનવા સક્ષમ બની રહ્યા છે.

મોટી કુંકાવાવ મુકામે પ્રાથમિક શાળાઓના નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત હોદ્દેદારશ્રીઓ, કુંકાવાવ એ.પી.એમ.સી ચેરમેન શ્રી ગોપાલભાઈ અંટાળા, મોટી કુંકાવાવ સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી અને ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ, શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App