🔥 TRENDING Supreme Court Verdict: KCR Allegedly T... जनशताब्दी मे ं यात्रियो ं के बैग गलती... Telangana CM Revanth Reddy’s Growth Pl... गंगापुर सिटी में कल अलग-अलग समय बंद रह... पिपरहवा जोगा गाँव में तेज़ बारिश गोपालगंज में मोटर गैराज और मोबाइल टावर...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સોમનાથના મંદિર આસપાસ નોનવેજ વેચાણ પરનો પ્રતિબંધ રદ:

✍️ Reporter: Naresh Thakor 🗓 30 Oct 2026, 05:53 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સોમનાથના 06 નોનવેજ રેસ્ટોરન્ટના માલિકોએ રાજ્ય સરકારના જાહેરનામાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યું હતું. જેમાં શહેરના ચોક્કસ વિસ્તારોમાં માંસાહારી ખોરાકના| વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાઈકોર્ટના સિંગલ જજે આજે આ અરજી ઉપર ચુકાદો| આપતાં સરકારી જાહેરનામાને રદ્દ કરી નાખ્યું છે.

જેથી રાજ્ય સરકારે પહેલા સિંગલ જજ સમક્ષ અપીલમાં| જવા માટે 07 દિવસનો સ્ટે માંગ્યો હતો. જેના માટે કોર્ટે ના કહેતા, 02 દિવસનો સ્ટે માંગવામાં આવ્યો હતો. જો કે આ માંગણી પણ ફગાવતા કોર્ટે કહ્યું કે આ અરજદારોની રોજીનો પ્રશ્ન છે. સિંગલ જજના હુકમ સામે સરકારી વકીલ તાત્કાલિક ચીફ જજની બેન્ચ સમક્ષ પહોંચ્યા હતા. તેઓએ ડબલ જજની બેંચ સમક્ષ સિંગલ જજના ઓર્ડરને પડકારવા તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે.
નોનવેજ પરનો પ્રતિબંધ બંધારણે આપેલા અધિકારોનું ઉલ્લંઘન કરે છે: અરજદારના વકીલ

મૂળ અરજી મુજબ અરજદાર રેસ્ટોરન્ટ્સ એવા માર્ગ પર આવેલા છે, જે સરકારે ઓગસ્ટ મહિનામાં ઈશ્યૂ કરેલા| જાહેરનામામાં નિરિ્દષ્ટ કરેલા 06 પ્રતિબંધિત વિસ્તારોમાંથી એકમાં આવે છે. આ જાહેરનામા દ્વારા માંસાહારી ખાદ્ય પદાર્થો પર કાયમી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અરજદારોના એડવોકેટ અસરાર મન્સૂરીએ એવી દલીલ| કરી હતી કે આ નિર્ણય બંધારણના અનુચ્છેદ 19(1)(g) હેઠળ આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને અધિકારીઓ કોઈ વાજબી કારણ વગર વ્યકિ્તને કોઈપણ| વેપાર કે આજીવિકા મેળવતા રોકી શકે નહીં.
સત્તાવાળાઓએ હોટેલો બંધ કરવા મજબૂર કર્યા,| અધિકારીઓ હેરાન કરતા’

સરકારે ખાસ કરીને સોમનાથ મંદિરની 500 મીટરની તિ્રજ્યામાં તેમજ અન્ય ધારિ્મક સ્થળો આવેલા છે તેવા 06 વિસ્તારોમાં યાત્રાળુઓની ધારિ્મક ભાવોનાઓને ઠેસ ન પહોંચે તે હેતુથી માસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂક્યો છે. અરજદારોએ રજૂઆત કરી હતી કે સત્તાવાળાઓએ તેમને તેમની હોટેલો બંધ કરવા મજબૂર કર્યા હતા અને અધિકારીઓ સતત તેમને હેરાન કરી રહ્યા છે. સરકારી| વકીલે એવી રજૂઆત કરી હતી કે અરજદારોની દુકાનો અને રેસ્ટોરન્ટ્સ સોમનાથ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા છે અને તમામ યાત્રાળુઓને નોનવેજ

ખાદ્યપદાર્થોનો સામનો કરવો પડે છે.

અરજદારના જણાવ્યા અનુસાર જ્યારે 7 ઓક્ટોબરે હાઈકોર્ટમાં આ કેસની પહેલી સુનાવણી થઈ હતી, ત્યારે મામલતદારે આ 06 અરજદારો પાસે પોલીસ ચોકીમાં એક કબૂલાતનામા પર સહી કરાવી લીધી હતી કે તેઓ ભવિષ્યમાં નોનવેજ ખોરાક નહીં વેચે અને માત્ર શાકાહારી ચીજવસ્તુઓનો જ વેપાર કરશે. હાઈકોર્ટે સરકારને સવાલ પણ કર્યો હતો કે હાઈકોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી તે જ દિવસે મામલતદારે આ રેસ્ટોરન્ટ માલિકોની સહીઓ કેમ લીધી ?
📲Get App