🔥 TRENDING മുസ്തഫല്‍ ഫൈസിയെ വഖഫ് ബോര്‍ഡ് അംഗത്വത്... जालोर में चाटवाड़ा‑रानीवाड़ा रोड पर बढ... चक्रवात तुळजापूरला जाणाऱ्या भाविकांना महाप्रसा... സ്പെഷ്യൽ സ്കൂൾ കലോത്സവം തുടങ്ങി. ఉమ్మడి (ప.గో.) జిల్లాలో అర్నబ్ తుఫాన్...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રીંગણી ગામે નિષ્કામ કર્મ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની બેઠક યોજાઈ, નાંદોદ તાલુકાના ગામેગામ સેવાકાર્યો પહોંચાડવાનો સંકલ્પ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 28 Oct 2026, 09:20 AM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કહેવાય છે કે માણસની સાચી ઓળખ તેના હોદ્દાથી નહીં, પરંતુ બીજાના દુઃખમાં તે કેટલો કામ આવે છે તેનાથી થાય છે. આ જ સેવાભાવ અને માનવતાના ઉમદા સંદેશ સાથે રાજપીપળાના નિષ્કામ કર્મ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાંદોદ તાલુકાના ગામેગામ સેવાકીય પ્રવૃત્તિઓ પહોંચાડવાના હેતુથી રીંગણી ગામે સાંજના સમયે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ગામના વડીલો, યુવાનો અને સેવાભાવી નાગરિકો જોડાયા હતા. બેઠક દરમિયાન માનવતા, સામાજિક એકતા અને જરૂરિયાતમંદ પરિવારોની નિઃસ્વાર્થ સેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ટ્રસ્ટના પ્રમુખ કલમભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ કોઈ પણ જાતના સ્વાર્થ કે અપેક્ષા વિના જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરવાનો છે. કોઈ પરિવાર દુઃખની ઘડીમાંથી પસાર થતો હોય ત્યારે તેને એકલતા અનુભવવી ન પડે અને મુશ્કેલીના સમયે સહારો મળી રહે, એ જ ટ્રસ્ટની સેવાની ભાવના છે.
ટ્રસ્ટ દ્વારા નાંદોદ તાલુકામાં કોઈ પરિવારમાં મૃત્યુ થાય ત્યારે અંતિમવિધિ માટે જરૂરી સામગ્રી નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત મૃતકના પરિવારને ફોટોફ્રેમની સેવા પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. શોકગ્રસ્ત પરિવારને ભોજનની વ્યવસ્થામાં સહાય મળે તે માટે પણ ટ્રસ્ટ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ સાથે બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે મોટિવેશન કેમ્પ, કીટ વિતરણ તથા અન્ય પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ યોજવાના હેતુ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આર્થિક મુશ્કેલીઓના કારણે કોઈ બાળક પ્રોત્સાહનથી વંચિત ન રહે તે માટે સમાજના આગેવાનો અને સેવાભાવી નાગરિકોને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ નાંદોદ તાલુકાના દરેક ગામ સુધી પહોંચે તે માટે ગામેગામ બેઠકો યોજીને વધુમાં વધુ લોકોને સેવાકાર્યો સાથે જોડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ટ્રસ્ટના પ્રમુખ કલમભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, “આપણી ઓળખ આપણા હોદ્દાથી નહીં, પરંતુ આપણી સેવાથી થવી જોઈએ. દરેક ગામમાં સેવાભાવની ભાવના વિકસે અને જરૂરિયાતમંદ પરિવારોને સમયસર સહાય મળી રહે એ જ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ છે.”
તેમણે ગામના યુવાનો, વડીલો અને સેવાભાવી નાગરિકોને ટ્રસ્ટના સભ્ય બનીને માનવતાની આ સેવા યાત્રામાં સહભાગી બનવા અપીલ કરી હતી.
“કાં તો આપીને જાવ, કાં તો મૂકીને જાવ; સાથે લઈ જવાની કોઈ જોગવાઈ નથી.” આ સેવાભાવના સંદેશ સાથે ટ્રસ્ટ સમાજના જરૂરિયાતમંદ પરિવારોની પડખે ઊભા રહી સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ છે.
રીંગણી ગામે યોજાયેલી આ બેઠક દ્વારા નાંદોદ તાલુકાના ગામેગામ સેવાભાવની જ્યોત પ્રગટે અને વધુમાં વધુ લોકો નિઃસ્વાર્થ ભાવે માનવતાની સેવામાં જોડાય, એવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કારણ કે જીવનની સાચી કમાણી સંપત્તિ નહીં, પરંતુ કોઈના દુઃખમાં કામ આવવાથી મળતા આશીર્વાદ છે. સેવા જ સાચી ઓળખ છે અને માનવતા જ સૌથી મોટો ધર્મ છે.
📲Get App