🔥 TRENDING Top 3 Swaraj Tractors in India: Specs... अर्तंगत में 111 सत्रों से ग्राम स्वास्... शाजापुर: कलेक्टर ने झोंकर में जनविश्वा... સૌરાષ્ટ્રની લક્ઝરી બસોના ચલકોની વહેલી... રાજકોટ માધાપરમાં RD ફૂડની ટમેટા સોસના... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મ...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પોલીસ સંભારણા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન; કુલ ૧,૯૭૫ બ્લડ બોટલ એકત્રિત

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 25 Oct 2026, 11:00 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પોલીસ સંભારણા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન; કુલ ૧,૯૭૫ બ્લડ બોટલ એકત્રિત

પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબના માર્ગદર્શન હેઠળ, સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દર વર્ષે તા. ૨૧ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતા પોલીસ સંભારણા દિવસ નિમિત્તે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પણ અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે તા. ૨૧/૧૦/૨૦૨૬ થી તા. ૨૪/૧૦/૨૦૨૬ દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રક્તદાન એ મહાદાન છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કુલ ૧,૩૪૮ બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યને આગળ ધપાવતા વર્ષ ૨૦૨૬ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કુલ ૧,૯૭૫ બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી છે, જે માનવસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ૨૫૫, રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૮ અને જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન દ્વારા ૧૧૭ બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી હતી.

આ રક્તદાન કેમ્પ દરમિયાન વિવિધ બ્લડ બેંકોના સહયોગથી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જેમાં રેડ ક્રોસ બ્લડ બેંક, અમરેલી દ્વારા ૩૦૦, શાંતાબા ગજેરા સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, અમરેલી દ્વારા ૪૪૬, વેદ બ્લડ બેંક, અમરેલી દ્વારા ૫૦૦ તથા કે.કે. મહેતા સરકારી હોસ્પિટલ, સાવરકુંડલા દ્વારા ૬૮૮ બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી હતી.

આમ, અમરેલી જિલ્લા પોલીસ દ્વારા રક્તદાનના આ સેવાકીય અભિયાનને વધુ વ્યાપક બનાવી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.

જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતુથી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા તમામ નાગરિકો, યુવાનો તથા સેવાભાવી લોકોને રક્તદાન અભિયાનમાં સહભાગી બની માનવતાના આ મહાયજ્ઞને સફળ બનાવવા અપીલ કરવામાં આવે છે.

રક્તદાન કરો, જીવન બચાવો.
📲Get App