🔥 TRENDING बड़वानी जिले में रबी फसल के लिए उर्वरक... ಬೃಹತ್‌ಬಳ್ಳಾಪುರದಲ್ಲಿನ 3.0 ಪ್ರಮಾಣದ ಭೂಕಂಪ... शाजापुर में 'स्वामित्व अधिकार अभिलेख न... ਰਮਿੰਦਰ ਆਵਲਾ ਨੇ ਕਾਂਗਰਸ ਛੱਡ ਕੇ ਅਕਾਲੀ ਦਲ... भरगामा प्रखंड के मौजहा में स्वर्गीय कु... बालाघाट के चिन्नौर चावल ने भारत अंतर्र...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વમાં ‘શહેરની સાથે ગામડાના વિકાસ’ની નેમ સાકાર થઈ રહી છે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 25 Oct 2026, 11:34 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વમાં ‘શહેરની સાથે ગામડાના વિકાસ’ની નેમ સાકાર થઈ રહી છે
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કેરીયાનાગસ મુકામે અંદાજે રૂ. ૫.૪૩ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સંપન્ન

સી.સી. રોડ, નવા બ્રિજ, હયાત રોડનું રિસર્ફેસિંગ અને કોઝ-વેના વિકાસકાર્યો થકી ગ્રામ્યકક્ષાએ માળખાકીય સુવિધામાં વધારો થશે

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ સંરક્ષણનો અનેરો સંદેશ પ્રસરાવ્યો

અમરેલી તા. ૨૪ ઓક્ટોબર
અમરેલી તાલુકાના કેરીયાનાગસ મુકામે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ લોકઉપયોગી વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેરીયાનગસ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે કુલ રૂ. ૫.૪૩ કરોડની માતબર રકમના ખર્ચે વિવિધ માળખાકીય વિકાસકામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યોનું રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ ખાતમુહૂર્ત કર્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, આ વિકાસકાર્યોમાં રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે સી.સી. રોડનું નિર્માણ, રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે બે નવા બ્રિજ (પુલ)ની કામગીરી, રૂ. ૩ કરોડના ખર્ચે કેરીયાનાગસ-વરસડા રોડની રિસર્ફેસિંગ કામગીરી તેમજ રૂ. ૩ લાખના ખર્ચે નવા કોઝ-વેના નિર્માણ કાર્યનો સમાવેશ થાય છે. આ વિકાસકાર્યો થકી આગામી સમયમાં સ્થાનિક પરિવહન અને માળખાકીય સુવિધાઓમાં મોટો સુધારો જોવા મળશે.

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સંબોધન કરતાં જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં અનેક વિકાસકામો પૂર્ણ થયા છે અને અનેક વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં વિકાસના કામની રજૂઆત કરો અને એ રજૂઆતને ધ્યાને લઈને ત્વરાએ મંજૂરી મળે છે. રાજ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક ઉમેર્યું કે, અમરેલીની ઐતિહાસિક ધરોહર ગાયકવાડી રાજમહેલ નવીનીકરણ હોય કે, હેરિટેજ ક્લોક ટાવરનો રીસ્ટોરેશન પ્રોજેક્ટ, દરેક કાર્યને પ્રાધાન્ય સાથે આગળ ધપાવવાની નેમ સાકાર થઈ રહી છે.

રાજ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, અમરેલી શહેરમાં વીજ વાયર લાઈન અંડરગ્રાઉન્ડ થાય તે દિશામાં નક્કર કામગીરી સાથે માતબર રકમના બજેટ સાથે મેગા પ્રોજેક્ટ શરૂ થશે. ઠેબી નદી પરનો રીવરફ્રન્ટ પ્રોજેક્ટ, ખેતીવાડી વીજ લાઇનનું એમ.વી.સી.સી કેબલ પ્રોજેક્ટ અન્વયે રૂપાંતરણ વગેરે વિકાસકાર્યો સાકાર કરવાની નેમ છે.

ઉલ્લેખનીય છે કે, ભૌતિક વિકાસની સાથોસાથ ગામના પર્યાવરણને વધુ શુદ્ધ અને હરિયાળું બનાવવાના ઉદ્દેશ્યથી એક વિશેષ વૃક્ષારોપણ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી. સદ્ભાવના ટ્રસ્ટના સહયોગથી અંદાજિત રૂ. ૮૦ લાખના ખર્ચે આશરે ૨,૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રકૃતિ જતનના સંદેશ સાથે વૃક્ષારોપણ કરીને ગ્રામજનોને પણ પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતુ.

આ સમગ્ર કાર્યક્રમનું પ્રેરણાદાયી આયોજન અમરેલી જિલ્લા પંચાયતના દંડક શ્રી સોનલબેન જયેશભાઈ ગાંગડીયા તથા કેરીયાનાગસ ગામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ તેમજ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારશ્રીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App