🔥 TRENDING Mizoram CM Inaugurates ₹5 Crore Develo... Clash between independent and CPI supp... MP CM Mohan Yadav to double fish outpu... IT firms in Bangalore launch mandatory... MP MLA Soham Balmiki Faces FIR Over Al... Young Kannada Poetess Wins National Sa...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અનુલક્ષીને દક્ષિણ કોરિયામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ...

✍️ Reporter: Atul Thakor 🗓 23 Oct 2026, 10:29 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અનુલક્ષીને દક્ષિણ કોરિયામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ...

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાતના પ્રતિનિધિમંડળે દક્ષિણ કોરિયાના દેગુ ખાતે ટેક્સટાઇલ અને આઉટડોર ગારમેન્ટ ક્ષેત્રે 1 લાખથી વધુ કર્મચારીઓ ધરાવતી વૈશ્વિક જાયન્ટ ‘યંગવન કોર્પોરેશન’ના પ્રેસિડેન્ટ શ્રી જે-યોંગ પાર્ક અને ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી; બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના મજબૂત ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ, કપાસથી ગારમેન્ટ સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઇન અને દેશના મેન-મેડ ફાઇબર ઉત્પાદનમાં ગુજરાતના ત્રીજા ભાગના યોગદાન અંગે વિસ્તૃત રજૂઆત કરી...

નાયબ મુખ્યમંત્રીશ્રીએ નવસારી ખાતે 1,142 એકરમાં આકાર લઈ રહેલા ‘પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્ક’માં રોકાણ અને સંયુક્ત સાહસો સ્થાપવા આહવાન કર્યું; કંપનીને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા તથા ગુજરાતના ટેક્સટાઇલ ક્લસ્ટર્સની મુલાકાત લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું...
📲Get App