🔥 ट्रेंडिंग અરવલ્લી SOG પોલીસની સફળ કામગીરી: ખેડા... ગોધરામાં 2,500થી વધુ લાભાર્થીઓ માટેનું... जिलाधिकारी मधुसूदन हुलंगी ने देवरिया म... सरकार ने दिल्ली में 273 कैप्फ कंपनियों... ग्रैप उपायों के बावजूद दिल्ली का ए.क्य... दिल्ली ट्रैफ़िक पुलिस ने बांग्ला साहिब...
23 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. પાટણ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 23 अक्टू. 2026, 03:07 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રેસનોટ

સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. પાટણ

પાટણ, તા. 23 ઓક્ટોબર, 2026

પાટણ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે પાટણ એલ.સી.બી.ની ટીમે સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પાટણના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. સોલંકીની સૂચના અને માર્ગદર્શનથી એલ.સી.બી.ની ટીમ સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી.

દરમિયાન મળેલી બાતમીના આધારે ટીમે સુજનીપુર ગામની પાછળના ભાગે ખલીપુર તરફ જતા રોડની બાજુમાં, ખોડિયાર માતાના મંદિર તરફ જતા કાચા રસ્તા ઉપર આવેલી પડતર જગ્યામાં બાવળની ઝાડીઓમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો મળી આવતાં પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો.
📲Get App