🔥 ट्रेंडिंग BETA NA MAA KO JALAYA झारखंड के पूर्व नेता और पाकुड़ के विधा... माता रानी को उत्साहपूर्वक विदाई, ढोल‑ड... ನವರಾತ್ರಿ ಉತ್ಸವ ಪಲ್ಲಕ್ಕಿ ಮಹೋತ್ಸವ. भागलपुर में फर्जी शिक्षिका के नाम पर 9... बांका के मुरहरा स्टेशन के पास हाई वोल्...
23 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

રાપરમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ગોડાઉન પર નગરપાલિકાનો દરોડો, ૫ લાખનો જંગી જથ્થો ઝડપાયો

✍️ रिपोर्टर: Rameshbhai Ven 🗓 23 अक्टू. 2026, 12:50 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાપર નગરપાલિકાએ સલારી નાકા પાસે આવેલા અર્બુદા ટ્રેડર્સના ગોડાઉન પર દરોડો પાડી અંદાજે રૂ. ૪ થી ૫ લાખની કિંમતનો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે.

રાપર નગરપાલિકાએ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના સંગ્રહ અને વેચાણ સામે કડક કાર્યવાહી કરતાં સલારી નાકા પાસે આવેલા અર્બુદા ટ્રેડર્સના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં અહીંથી અંદાજે રૂ. ૪ થી ૫ લાખની કિંમતનો પ્લાસ્ટિકનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જથ્થો એટલો મોટો હતો કે તેને ભરવામાં આશરે ત્રણ કલાક લાગ્યા હતા અને બે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.

ગોડાઉનમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવતાં નગરપાલિકાની ટીમ પણ ચોંકી ઊઠી હતી. અર્બુદા ટ્રેડર્સના હરેશ દાના ચૌધરી પાસેથી પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતાં સ્થળ પર જ રૂ. ૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરીમાં નગરપાલિકાના ઈજનેર આશિષ ગોસ્વામી સહિત અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

નગરપાલિકા દ્વારા છેલ્લા ૧૫ દિવસથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના સંગ્રહ અને વેચાણ સામે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નગરપાલિકાની આ કાર્યવાહીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સંગ્રહ અને વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આવી કાર્યવાહી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે.
📲Get App