🔥 TRENDING जवारे की घनी फसल को माना गया शुभ संकेत... ਪੰਜਾਬ ਆਏ ਅਮਿਤ ਸ਼ਾਹ ਦਾ ਬਿਆਨ, ਅੱਜ ਦਾ ਦੁਸਹ... अररिया में शहीद सीआरपीएफ के वीर सपूत अ... मोतिहारी में साईं बाबा मंदिर में लाखों... देवरिया के भटनी रेलवे स्टेशन पर जीआरपी... France Unrest: Online Misinformation O...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

અગોલની બાળ વિજ્ઞાની મોહમ્મદ હસને સ્વિચથી ચાલતું ચકડોળ બનાવીને બતાવી પ્રયોગાત્મક શિક્ષણની ઘડા

✍️ Reporter: Hanifbhai Mahammadbhai Jadav 🗓 21 Oct 2026, 08:06 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતના મહેસાણા જિલ્લાના અગોલમાંથી આવેલી સારી ખબર છે કે સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મોહમ્મદ હસન ઈઝહાર અંસારીએ સ્વિચની મદદથી ચાલતું ચકડોળનું મોડેલ બનાવ્યું છે. આ પ્રયોગ દ્વારા તેણે મેળાના આનંદને વિજ્ઞાન સાથે જોડીને બાળકોની કલ્પનાશક્તિ અને વૈજ્ઞાનિક અભિગમને પ્રદર્શિત કર્યો છે.

ગુજરાતની સંસ્કૃતિમાં ભાતીગળ મેળાઓનું વિશેષ મહત્વ છે, જ્યાં ચકડોળમાં બેસવાનો આનંદ બાળકો, યુવાનો અને પરિવારો માટે યાદગાર અનુભવ બની રહે છે. અગોલ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિક મોહમ્મદ હસન ઈઝહાર અંસારીએ આ પરંપરાગત આનંદને વિજ્ઞાન સાથે જોડવાનો સુંદર પ્રયાસ કર્યો છે. તેમણે ચકડોળનું એક સુંદર મોડેલ બનાવ્યું છે, જેમાં સ્વિચની મદદથી તેની કાર્યપદ્ધતિ દર્શાવી છે. આ મોડેલમાં ચકડોળમાં બેસવા માટે સુંદર ખુરશીઓ પણ બનાવી છે, જે આ સર્જનને વધુ આકર્ષક અને જીવંત બનાવે છે.

આ મોડેલ માત્ર એક રમકડું નથી, પરંતુ બાળકોની કલ્પનાશક્તિ, વૈજ્ઞાનિક અભિગમ અને ટેક્નોલોજી પ્રત્યેની રુચિનું ઉત્તમ ઉદાહરણ છે. આવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને સ્વિચ, વીજપ્રવાહ, મોટર અને ગતિ જેવા વૈજ્ઞાનિક ખ્યાલો પ્રત્યક્ષ રીતે સમજવાની તક મળે છે. નવી શિક્ષણનીતિ (NEP) અંતર્ગત બાળકોને જાતે બનાવીને શીખવાની તક આપવી ખૂબ જરૂરી છે. મોહમ્મદ હસન જેવા બાળ વૈજ્ઞાનિકો પોતાની આવડત અને મહેનતથી સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો શાળામાં જ નવીન વિચારોને સાકાર કરી શકાય છે.

મેળાનો આનંદ, વિજ્ઞાનનો ચમત્કાર અને બાળકની કલ્પનાનું અદભૂત સર્જન — આ જ છે પ્રયોગાત્મક શિક્ષણની સાચી ઓળખ. આ પ્રયોગ દ્વારા બાળપ્રતિભાને પ્રોત્સાહન મળ્યું છે અને વિજ્ઞાનને પ્રયોગ સાથે જોડવાનો સંદેશ આપવામાં આવ્યો છે. આ પ્રવૃત્તિની સંભાળ રાકેશભાઈ પટેલ આચાર્યશ્રી, સરકારી પ્રાથમિક શાળા, અગોલ, મહેસાણા દ્વારા કરવામાં આવી છે.
📲Get App