🔥 TRENDING बोकारो के सेक्टर‑5 में डांडिया कार्यक्... वाराणसी एयर शो को लेकर काशी की दीवारों... बोकारो के नया मोड़ में देर रात चाय दुक... Lawrence Bishnoi’s cross‑border crime... Bollywood Stars' Wellness Entourage Dr... NDTV Reveals 10 Celebrities Who Used S...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામની સૌરાષ્ટ્ર શાખાની નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર

✍️ Reporter: Gilani Asikali 🗓 20 Oct 2026, 09:40 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના નાનીકુમાદ ગામ પાસેથી પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેનાલ પાસે આવેલા પાવર હાઉસ નજીકથી વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતકની ઉંમર આશરે 30 વર્ષની હોવાનું અનુમાન છે. મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હોવાથી મૃતકની ઓળખ અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.મૃતદેહને સૌપ્રથમ વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકની ઓળખ તથા મોતનું કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App