अपराध
મહેસાણામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૫ જુગારીઓને ૧૧.૫ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા..
મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રોકડ રકમ અને વાહનો સાથે પકડી પાડવામાં આવ્યા છે..
મહેસાણામાં-:
પ્રોહીબિટેડ ગેમ્સ (જુગાર) ની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (મહેસાણા) દ્વારા સતત પેટ્રોલીંગ અને વોચ રાખવા સુચના આપવામાં આવી હતી. આ સુચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ.એમ.કામળીયા દ્વારા ખાનગી બાતમી મળી હતી કે ટુંડાલી ગામમાં 'શાસ્વત ગ્રીન એનર્જી' નામની ફેક્ટરીની પાછળના ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમો ભેગા મળી બાજીપત્તાનો જુગાર રમી રમાડે છે.આ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એ.પરમાર અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) મહેસાણાના સ્ટાફ દ્વારા હકીકતવાળી જગ્યાએ રેઇડ કરવામાં આવ્યો હતો.રેઇડ દરમિયાન જુગાર રમતા કુલ પાંચ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં નાસીરખાન મોહમંદખાન લતીફખાન પઠાણ (ઉ.વ. ૫૬), ભાઇલાલાજી ઉર્ફે લાલાજી મણાજી લીલાજી ઠાકોર (ઉ.વ. ૪૩), ચતુરજી જોઇતાજી લીલાજી ઠાકોર (ઉ.વ. ૪૪), શકરાજી મોતીજી ગગાજી ઠાકોર (ઉ.વ. ૪૯) અને રમેશજી પોપટજી ફતાજી ઠાકોર (ઉ.વ. ૪૭) સહિતના ઇસમોનો સમાવેશ થાય છે.આ બધા જ આરોપીઓ ટુંડાલી ગામના રહેવાસીઓ છે..
પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ.૨૦,૧૧૦/-, એક મોટર સાયકલ (કિંમત રૂ.૩૦,૦૦૦/-), એક એક્ટિવા (કિંમત રૂ.૨૫,૦૦૦/-), પાંચ મોબાઇલ ફોન (કિંમત રૂ.૪૦,૦૦૦/-) અને બે ગંજીના પાના મળી કુલ કિંમત રૂ.૧,૧૫,૧૧૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ આરોપીઓ વિરુદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ લાંઘણજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.આ પ્રશંસનીય કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાના અધિકારી અને કર્મચારીઓ જેમાં અનિરુદ્ધ.એમ.કામળીયા પોલીસ ઇન્સ્પેક્ટર,બી.એ.પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર,વિમલકુમાર લાલજીભાઇ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,વિજયસિંહ બેચરસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,શક્તિસિંહ મુકેશસિંહ પોલીસ કોન્સ્ટેબલ,બિપિનકુમાર નારાયણભાઇ પોલીસ કોન્સ્ટેબલ,આશિકકુમાર માધવલાલ પોલીસ કોન્સ્ટેબલ,ધવલ જેઠાભાઇ પોલીસ કોન્સ્ટેબલ.