🔥 TRENDING Security Forces Tackle New Challenge:... India's Pabitra Margherita meets New Z... Day 4 Box‑Office Update: ‘The Eken: Ke... ED to seek Dubai's assistance via lett... Karachi Bakery N Cafe launches new out... Telangana Today editorial decries recu...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શ્રીનાથજી સોસાયટી, ઊંઝા ખાતે ભવ્ય 'વેશભૂષા કાર્યક્રમ' સાથે નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

✍️ Reporter: Rushikesh Joshi 🗓 19 Oct 2026, 01:14 AM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રીનાથજી સોસાયટી, ઊંઝા ખાતે ભવ્ય 'વેશભૂષા કાર્યક્રમ' સાથે નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

શ્રીનાથજી સોસાયટી, ઊંઝા ખાતે ભવ્ય 'વેશભૂષા કાર્યક્રમ' સાથે નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ઊંઝા-પાટણ રોડ પર આવેલી સુપ્રસિદ્ધ શ્રીનાથજી સોસાયટી ખાતે આસો સુદ સાતમ તારીખ: ૧૮/૧૦/૨૦૨૬ ના પાવન અવસરે નવરાત્રી મહોત્સવ અંતર્ગત એક અત્યંત ભવ્ય અને આકર્ષક ‘વેશભૂષા કાર્યક્રમ’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાના નોરતાના આ પવિત્ર પર્વ નિમિત્તે સોસાયટીના બાળવૃંદ, બહેનો તથા ભાઈઓએ મા શક્તિની ભક્તિમાં લીન થઈને મન મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભૂલકાંઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી વેશભૂષા રહી હતી.બાળકોએ ભારતીય સનાતન સંસ્કૃતિ, પ્રાચીન વિરાસત અને સામાજિક અંધશ્રદ્ધા નિવારણ જેવા પ્રેરણાદાયી અને જાગૃતિ લાવતી થીમ પર વિવિધ પાત્રો ભજવી ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.
આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ આચાર્ય ઉપેન્દ્રભાઈ એ હર્ષભેર જણાવ્યું હતું કે, "છેલ્લા ૭ વર્ષથી શ્રીનાથજી સોસાયટીમાં અત્યંત ઉત્સાહ, ભક્તિ અને અવનવા આકર્ષણો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવાની સુંદર પરંપરા ચાલી આવે છે. આ વેશભૂષા સ્પર્ધા માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહેતાં આપણી સમૃદ્ધ સંસ્કૃતિના જતન સાથે સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવાનો એક નમ્ર પ્રયાસ છે."
આ રાસ-ગરબા તથા વેશભૂષા કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક મિત્રો સચિનભાઈ સથવારા, ચિરાગભાઈ પટેલ, દિલીપભાઈ પ્રજાપતિ, નરેન્દ્રભાઈ પટેલ, આચાર્ય પ્રકાશભાઈ તેમજ સમગ્ર શ્રીનાથજી સોસાયટી પરિવારે ભારે જહમત ઉઠાવીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય, સાંસ્કૃતિક અને ઉત્સાહસભર બની રહ્યું હતું.
📲Get App