🔥 TRENDING સ્ટેમ્પ ડ્યુટી ચોરી સામે મહીસાગર નાયબ... સુરત મનપાએ રૂ. 12 કરોડના 28 કામો રદ કર... Rajinikanth's Latest Film Achieves Blo... Ashley St. Clair and Elon Musk: Latest... New Track 'I'm Game' Released for Upco... US-Colombian Rapper Bali Rico Blends H...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નવા વાઘપુરાના બે બાળ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ પસંદ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 18 Oct 2026, 09:16 AM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજપીપલા મંથન લોક વિજ્ઞાન કેન્દ્રની જિલ્લા કક્ષાની 32મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં નવા વાઘપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મેળવી સિદ્ધિ
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની નવા વાઘપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રાજપીપલા મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની 32મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં શાળાના બે વિજ્ઞાન પ્રોજેક્ટની રાજ્ય કક્ષાએ રજૂઆત માટે પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિથી ગરુડેશ્વર તાલુકા સહિત સમગ્ર નવા વાઘપુરા ગામનું ગૌરવ વધ્યું છે.
રાજપીપલા મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત આ જિલ્લા કક્ષાની બાળ વિજ્ઞાન પરિષદમાં નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કુલ 87 વિજ્ઞાન પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં નવા વાઘપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાના નવીન વિચારો, વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મકતાથી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
આ પરિષદમાં શાળાના વિભાગ-1માં “પ્લાસ્ટિક મુક્ત ગામ 5R થી કામ” અને વિભાગ-4માં “ટકાઉ ખાદ્ય સુરક્ષા માટે ઇકો ફ્રેન્ડલી પ્રિઝરવેટિવ્સ ટેબ્લેટ” નામના બે પ્રોજેક્ટની રાજ્ય કક્ષા માટે પસંદગી થઈ છે. બંને પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો, ટકાઉ જીવનશૈલી અને ખાદ્ય સુરક્ષા જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર પોતાની વૈજ્ઞાનિક સમજ રજૂ કરી હતી.
વિદ્યાર્થીઓએ મોડેલ અને ચાર્ટની મદદથી પોતાના પ્રોજેક્ટની સુંદર અને અસરકારક રજૂઆત કરી હતી. આ સફળતા પાછળ માર્ગદર્શક શિક્ષિકા રાજ ચારુલતાબેનનું માર્ગદર્શન અને વિદ્યા7ર્થીઓની મહેનત મહત્ત્વપૂર્ણ રહ્યાં છે.
શાળાના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષિકા રાજ ચારુલતાબેનને અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે જ રાજ્ય કક્ષાiએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા, ગામ અને નર્મદા જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
નવા વાઘપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ ગરુડેશ્વર તાલુકા માટે ગૌરવની બાબત છે. આ સફળતા અન્ય વિદ્યાર્થીઓને પણ વિજ્ઞાન, સંશોધન અને નવીન પ્રયોગોના ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડશે.
📲Get App