🔥 TRENDING Remastered Film 55 Years After Shootin... India Approves 60-Day Kerosene Distrib... Haryana Hurricanes defeat Punjab Aeros... 75 साल के बुजुर्ग को 30 वर्षीय युवती स... हिंडौन सिट में पंचायत चुनावों की रौनक... Three Additional Deaths Reported in Mo...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સ્ટેમ્પ ડ્યુટી ચોરી સામે મહીસાગર નાયબ કલેક્ટર નો સપાટો જારી

સ્ટેમ્પ ડ્યુટી ચોરી સામે મહીસાગર નાયબ કલેક્ટર નો સપાટો જારી

✍️ Reporter: Burhaan Sibhai 🗓 18 Oct 2026, 10:18 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી ચોરી સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવતા સ્ટેમ્પ ડ્યુટી ચોરો માં ફફડાટ ફેલાઈ ગયો છે . નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા દ્વારા વિવિધ ટીમો બનાવી મહિસાગર જિલ્લાના લીમડિયા ચોકડી તથા લુણાવાડા ગોધરા હાઇવે પર આવેલ કોમર્શિયલ એકમો હોટલો શો રૂમ કંપની ઓફિસો વગરે જગ્યાએ ચકાસણી કરી મોટી ગેરરીતિ પકડી પાડવામાં આવી છે જેમાં અંદાજે રૂપિયા 73.36 લાખની રકમના ભાડા કરાર ધરાવતા 13 અસલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન સામે આવ્યું કે લાખો રૂપિયાના ભાડાકરાર હોવા છતાં નિયમ મુજબ યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરવાના બદલે માત્ર રૂપિયા 300ના સ્ટેમ્પ પેપરનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગુજરાત સ્ટેમ્પ સુધારા અધિનિયમ મુજબ નિયમ પ્રમાણે ઓછામાં ઓછો રૂપિયા 7,900નો સ્ટેમ્પ વાપરવો જરૂરી હોય છે, જેનો સ્પષ્ટ ભંગ જોવા મળ્યો હતો. આટલું જ નહીં, એક વર્ષથી વધુ સમયના ભાડાકરાર માટે જરૂરી નોંધણી પણ કરાવવામાં આવી નહોતી.
આ ગંભીર અનિયમિતતા સામે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની કલમ 33 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, મહેસૂલી આવકનું નુકસાન કરાવતા તત્વો સામે આગળ પણ કાયદેસરની કડક કાર્યવાહી ચાલુ રહેશે.
📲Get App