🔥 ट्रेंडिंग एटा में मिशन शक्ति फेज-6.0 के तहत पिंक... जम्मू और कश्मीर में आज हल्की बारिश की... गोवा विधायक ने कहा, नेपाली नागरिक वोटर... स्मार्ट मीटर रिपोर्ट पर सक्रिय समूह ने... आईपीएल 2027 का मिनी-ऑक्शन 16 दिसंबर को... डॉ. एससी जामिर ने नागालैंड के युवाओं स...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ઝઘડિયા: વાઘપુરા-ઉમલ્લા નજીક બાઈક ટક્કરમાં પાંચ ઈજાગ્રસ્ત, માર્ગ સલામતી પર પ્રશ્નાર્થ

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 17 अक्टू. 2026, 11:35 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની વધતી ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. વાઘપુરા-ઉમલ્લા નજીક બે બાઈક વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે અંકલેશ્વર-સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ચાલી રહેલી કામગીરી અને ભારે વાહનોની તેજ લાઈટો અકસ્માત નોતરી શકે છે.

ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની વધતી જતી ઘટનાઓને પગલે વાહનચાલકોની સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે. ત્યારે વાઘપુરા-ઉમલ્લા નજીક બે બાઈક વચ્ચે સામસામે ટક્કર થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ અને ઉમલ્લા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પ્રાથમિક સારવાર માટે CSC ઉમલ્લા ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

બીજી તરફ, અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર હાલ એક સાઇડમાં માર્ગની કામગીરી ચાલી રહી છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનોની અવરજવર થાય છે. માર્ગની કામગીરી અને ભારે વાહનોની અવરજવરને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક સ્તરે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હાઇવા સહિતનાં ભારે વાહનોની તેજ લાઈટના કારણે સામેથી આવતા બાઈકચાલકોને રસ્તો સ્પષ્ટ દેખાતો નથી, જે રાત્રિના સમયે વધુ જોખમી બની શકે છે.

માર્ગની એક સાઇડમાં કામગીરી ચાલી રહી હોય ત્યારે વાહનવ્યવહારનું યોગ્ય સંચાલન, પૂરતાં ચેતવણી બોર્ડ, રિફ્લેક્ટર અને રાત્રિના સમયે સ્પષ્ટ દેખાય તેવી સુરક્ષા વ્યવસ્થા હોવી અત્યંત જરૂરી છે. આ ઉપરાંત ભારે વાહનોની લાઈટના કારણે સામેથી આવતા વાહનચાલકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પણ યોગ્ય પગલાં લેવાની જરૂર છે.

વાઘપુરા-ઉમલ્લા નજીક સર્જાયેલા અકસ્માત બાદ માર્ગ સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. સંબંધિત તંત્ર દ્વારા માર્ગની કામગીરી દરમિયાન જરૂરી સાવચેતી રાખવામાં આવે, વાહનોની ગતિ પર નિયંત્રણ રાખવામાં આવે અને અકસ્માતો અટકાવવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી વાહનચાલકોમાં અપેક્ષા છે. ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની ઘટનાઓ અટકાવવા માટે માર્ગ સલામતીના નિયમોનું પાલન, યોગ્ય ચેતવણી સંકેતો અને સુરક્ષાનાં પગલાં સમયસર અમલમાં મૂકવામાં આવે તે જરૂરી બન્યું છે.
📲Get App