🔥 TRENDING लखनऊ: उत्तर प्रदेश में 7 आईएएस अफसरों... पत्नी के जीवित रहते दूसरी शादी करने का... શેર માર્કેટમાં તોફાની તેજી: સેન્સેક્સ... સુરતમાં ગરબા છોડી દર્દીનો જીવ બચાવવા દ... डॉ. एपीजे अब्दुल कलाम की जयंती पर देशव... सपा के बागी विधायक विनोद चतुर्वेदी, रा...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચ્યું સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન

અમરેલી જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચ્યું સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 15 Oct 2026, 09:52 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચ્યું સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન

અમરેલી જિલ્લામાં એક મહિનામાં ૧૦ નવા યોગ વર્ગોનો પ્રારંભ

યોગ સંવાદના માધ્યમથી ગામડે-ગામડે યોગનો પ્રચાર-પ્રસાર; જિલ્લામાં ૭૦થી વધુ યોગ વર્ગોમાં દરરોજ ૧,૦૦૦થી વધુ યોગ સાધકો કરે છે નિયમિત યોગાભ્યાસ

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થયા નવા યોગ વર્ગો


અમરેલી, તા. ૧૪ ઓક્ટોબર

તહેવારોની ઉજવણીની સાથે સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપવાનો સંદેશ આપતાં અમરેલી જિલ્લામાં યોગની પ્રવૃત્તિઓને સતત વેગ મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ 'સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન હેઠળ યોગને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસોના પરિણામે નવરાત્રિ જેવા ઉત્સવના સમયગાળા દરમિયાન પણ યોગ પ્રત્યેનો લોકોનો ઉત્સાહ યથાવત્ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જિલ્લામાં વધુ ૧૦ નવા યોગ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જે યોગ પ્રત્યે વધતી જાગૃતિ અને જનભાગીદારીનું પ્રતિબિંબ છે.

યોગને માત્ર શારીરિક કસરત પૂરતો મર્યાદિત ન રાખતાં તેને સ્વસ્થ જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બનાવવાના હેતુથી શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ યોગનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. યોગ સંવાદના માધ્યમથી નાગરિકોને યોગનું મહત્વ સમજાવી નિયમિત યોગાભ્યાસ માટે પ્રેરિત કરવામાં આવે છે. સ્થાનિક યોગ ટ્રેનરોની સેવાભાવી કામગીરી અને નાગરિકોના સહયોગથી યોગની પ્રવૃત્તિઓ હવે ગામડે-ગામડે પહોંચવા લાગી છે.

આ અંગે માહિતી આપતા ગુજરાત રાજય યોગ બોર્ડના અમરેલી જિલ્લાના કો-ઓર્ડિનેટર શ્રી સાગર મહેતા જણાવે છે કે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોગને લોકજીવન સાથે જોડવાના પ્રયાસો હેઠળ વિવિધ ગામોમાં નિયમિત યોગ વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે.
બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામમાં શ્રી હેતલ બહેન જોશી દ્વારા સવારે અને સાંજે યોગ વર્ગોનું સંચાલન કરવામાં આવે છે. જ્યારે લીલીયા તાલુકાના ક્રાંકચ ગામમાં શ્રી કમળા બહેન હેલૈયા દ્વારા ગ્રામજનોને નિયમિત યોગાભ્યાસ કરાવવામાં આવે છે. આ ઉપરાંત ખાંભા તાલુકાના ઓઢા બાપુનુ સમઢિયાળા ગામમાં પણ યોગ વર્ગ દ્વારા ગ્રામજનોને યોગનો લાભ મળી રહ્યો છે.
યોગનો વ્યાપ વધારવા માટે યોગ સંવાદને મહત્વપૂર્ણ માધ્યમ બનાવવામાં આવ્યું છે. નાગરિકો સાથે સીધો સંવાદ સાધીને યોગનું મહત્વ, નિયમિત અભ્યાસની આવશ્યકતા અને દૈનિક જીવનમાં યોગના ઉપયોગ વિશે સમજ આપવામાં આવે છે. આ ઉપરાંત પોતાના ગામ, સોસાયટી કે વિસ્તારમાં યોગ વર્ગ શરૂ કરવા અને અન્ય લોકોને યોગાભ્યાસ માટે પ્રેરિત કરવા પણ નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

શ્રી મહેતા ઉમેરે છે કે, અમરેલી જિલ્લામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગ ૭૦થી વધુ નિયમિત યોગ વર્ગો કાર્યરત છે. ૧૦૦થી વધુ યોગ ટ્રેનરો અને કોચ યોગની સેવાઓ સાથે જોડાયેલા છે, જ્યારે દરરોજ ૧,૦૦૦થી વધુ યોગ સાધકો નિયમિત યોગાભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં શરૂ થયેલા ૧૦ નવા યોગ વર્ગો આ અભિયાનને વધુ મજબૂત બનાવે છે.

તેમણે ઉમેર્યું કે, અમરેલી જિલ્લાના જે ગામ, સોસાયટી કે વિસ્તારમાં હજુ સુધી નિયમિત યોગ વર્ગ શરૂ થયો નથી, ત્યાંના યોગપ્રેમીઓ, યુવાનો અને જાગૃત નાગરિકોને પોતાના વિસ્તારમાં યોગ વર્ગ શરૂ કરવા આગળ આવવા અપીલ કરવામાં આવે છે. યોગ ક્ષેત્રે સેવા કરવાની ભાવના ધરાવતા યુવાનો યોગ ટ્રેનર તરીકે જોડાઈને પોતાના વિસ્તારના નાગરિકો સુધી યોગનો લાભ પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

'યોગ દરેક માટે અને સ્વસ્થ જીવન દરેકનો અધિકાર'ના સંદેશ સાથે અમરેલી જિલ્લામાં યોગની પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. યોગને જીવનશૈલીનો હિસ્સો બનાવી દરેક નાગરિક સુધી પહોંચાડવા માટે યોગ સંવાદ, સ્થાનિક યોગ ટ્રેનરોની સેવા અને જનભાગીદારી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.
📲Get App