🔥 ट्रेंडिंग सीमा पर शहीद हुए देवरिया के लाल देवानं... मेघालय की नई विधानसभा इमारत साल के अंत... मेघालय पुलिस ने पेनल्टी में लंग्सनिंग... त्रिपुरा ग्रामीण बैंक ने सेपाहिजाला मे... त्रिपुरा में 1,449 युवाओं को डिजिटल कौ... वेस्ट द्वारिकापुर, त्रिपुरा में आपदा त...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
🇮🇳 ધ્રુમા ચિરાગકુમાર પાઠક — ગુજરાત અને વસંત વ્યાયામશાળાનું ગૌરવ! 🥉

🇮🇳 ધ્રુમા ચિરાગકુમાર પાઠક — ગુજરાત અને વસંત વ્યાયામશાળાનું ગૌરવ! 🥉

✍️ रिपोर्टर: Palakbhai Patel 🗓 15 अक्टू. 2026, 12:44 AM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

🇮🇳 ધ્રુમા ચિરાગકુમાર પાઠક — ગુજરાત અને વસંત વ્યાયામશાળાનું ગૌરવ! 🥉

🇮🇳 ધ્રુમા ચિરાગકુમાર પાઠક — ગુજરાત અને વસંત વ્યાયામશાળાનું ગૌરવ! 🥉

બારેજા મા આવેલી શાળા પ્રકાશ હાઈ સ્કૂલ ના ભૂતપૂર્વ આચાર્ય શ્રી મધુસૂદન હિંમતલાલ પાઠક ની પૌત્રી

ઇટાલી ખાતે યોજાયેલી Shuai Jiao વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાની ૫૬ કિલો વજન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો બદલ ધ્રુમા ના કોચ શ્રી હનીફરાજ સર અને તેની માતા શ્રી ફાલ્ગુની પાઠક ને પિતા ચિરાગ પાઠક એ ખુબજ મહેનત કરાવી કુ. ધ્રુમા પાઠકને આ સ્પર્ધામાં વિજેતા બનાવી.
આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ સમગ્ર ગુજરાત અને ભારત દેશના રમતજગત માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય છે. ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરી દેશનું નામ વિશ્વફલક પર રોશન કરો તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ! 🇮🇳🏆

SLUG- DHRUMA INDIA REPRESENT IN ITALY_
અમદાવાદની ધ્રુમા પાઠક હવે આંતરરાષ્ટ્રીય રેસલિંગના મેદાનમાં…. અમદાવાદ શહેરની આ દીકરી ધ્રુમા પાઠક હવે વિશ્વના ફલક પર ભારતનું નામ રોશન કરવા તૈયાર છે.
માત્ર 19 વર્ષની ઉંમરે ધ્રુમાએ પોતાની અથાક મહેનત અને કઠોર તાલીમના જોરે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સ્થાન મેળવ્યું છે.
ઇટાલીમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય રેસલિંગ ટુર્નામેન્ટમાં ધ્રુમા પાઠક ભારતનું પ્રતિનિધિત્વ કરશે… ચાઈનીઝ રેસલિંગની સુઆઈ-જો આર્ટ કેટેગરીમાં ધ્રુમા અન્ડર-19, 56 કિલો વજન વર્ગમાં ભારત તરફથી મેદાનમાં ઉતરશે… છેલ્લા ત્રણ વર્ષથી સતત કઠોર મહેનત અને તાલીમ લઈ રહેલી ધ્રુમાએ સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ લેવલની વિવિધ સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કરીને અનેક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે… ધ્રુમાના કોચ દ્વારા તેને ચાઈનીઝ રેસલિંગની શ્રેષ્ઠ ટેક્નિક, ફિટનેસ અને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકાય… 9થી 11 ઓક્ટોબર દરમિયાન ઇટાલીમાં યોજાનારી આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં હવે ધ્રુમાની નજર મેડલ પર છે… ધ્રુમાનું સપનું છે કે તે ચાઈનીઝ રેસલિંગમાં ભારત માટે મેડલ જીતે અને દેશનું નામ ગૌરવથી ઊંચું કરે. એટલું જ નહીં, ભારત માટે મેડલ જીતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાનું પણ તેનું સપનું છે.. અમદાવાદથી ઇટાલી સુધીની આ સફરમાં ધ્રુમા પાઠકને દેશવાસીઓની શુભકામનાઓ અને આશીર્વાદ મળી રહ્યા છે… હવે નજર રહેશે ઇટાલીના રેસલિંગ મેદાન પર...જ્યાં અમદાવાદની આ દીકરી ભારતનો તિરંગો ઊંચો લહેરાવવા ઉતરશે!
📲Get App