🔥 TRENDING अशोकनगर से तबादले के बाद बालाघाट कलेक्... बदायूं: चलती गाड़ी में लगी भीषण आग, ती... रानीगंज में भाजपा नेता मनोज ओझा की पहल... જૂનાગઢ જિલ્લા પોલીસની નેત્રમ્ શાખામાં... જુનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નવ... श्री राजेश मंगल एवं श्री महेंद्र शर्मा...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ

જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 15 Oct 2026, 09:50 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ

નવે.૨૦૨૪ થી ઓક્ટો.૨૦૨૫ દરમિયાન જન્મેલા અને રસીકરણમાં બાકી રહી ગયેલા બાળકોનું રસીકરણ ઝડપથી પૂર્ણ કરવા સૂચના

જિલ્લામાં હાલની સ્થિતિએ સંચારી રોગની દ્રષ્ટિએ કોઈ રોગચાળો નથી : ટ્રીપલ લેયર માસ્ક, ટેસ્ટિંગ કીટ, જરુરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ

મચ્છરજન્ય રોગ મેલેરિયા, ડેન્ગ્યુને લઈને આગોતરી તકેદારી રાખવા ઉપરાંત ક્લોરિનેશન કામગીરી પર ભાર આપવા સૂચના આપતા જિલ્લા કલેકટરશ્રી

તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ એપ્રિલ ૨૦૨૬થી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ૯૯૦ કેસ નોંધાયા


અમરેલી તા. ૧૪ ઓક્ટોબર
અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી.

અમરેલી જિલ્લા કલેકટરશ્રીએ, જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ), નેશનલ વેકટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે વિવિધ કામગીરી વિષયક વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.

વર્ષ-૨૦૨૫ના એપ્રિલ થી શરુ કરી અને ચાલુ ઓક્ટોબર-૨૦૨૬ માસ સુધી કરવામાં આવેલા રસીકરણની કામગીરીની વિગતો આરોગ્ય શાખા દ્વારા રજૂ કરવામાં આવી હતી. નવે.૨૦૨૪ થી ઓક્ટો.૨૦૨૫ દરમિયાન જન્મેલા અને રસીકરણમાં બાકી રહી ગયેલા બાળકોનું રસીકરણ ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચનાઓ આપી હતી. ઉપરાંત ફિલ્ડ પર સર્વે વધારવા, રસીકરણને લગતી કામગીરી ઘનિષ્ઠ રીતે કરવા બાબતે હાથ ધરવાની કાર્યવાહી વિષયક ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ અન્વયે યોજાયેલ બેઠકમાં વાહકજન્ય રોગ, વેક્સીન પ્રીવેન્ટેબલ ડીસીઝ, ક્લોરીનેશન કામગીરી સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં હાલ સંચારી રોગને લઈને કોઈ રોગચાળો ફેલાયેલ નથી. આ ઉપરાંત સીઝનલ ફ્લુના જરૂરી સાધનો, ટ્રીપલ લેયર માસ્ક, ટેસ્ટિંગ કીટ, જરુરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું હતું.

ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ રહી હોય અને સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૨૬ માસ દરમિયાન મચ્છર ઉપદ્રવના કારણે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાઈ તે બાબતે વિશેષ સાવધાની રાખવાના પગલાઓ ધ્યાને લેવા સૂચના આપવામાં આવી હતી. પીવાના પાણીના ક્લોરિનેશન સહિતની બાબતે કામગીરી માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી.

મચ્છર ઉપદ્રવ નિયંત્રણ માટે ફોગીંગ કામગીરી અને અન્ય પગલાઓ હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઇ હતી. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ-તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા શાળા કાર્યક્રમ માર્ગદર્શિકા મુજબ શાળા વિસ્તારથી નજીક હોય તેવા વિસ્તારમાં તમાકુ યુક્ત પદાર્થોનું વેચાણ થઇ શકે નહિ તે બાબતે કાયદાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તે સહિતની વિશેષ સૂચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીએ આપી હતી.

જિલ્લા સ્કવોડ, આરોગ્ય, પોલીસ, શિક્ષણ, વાહનવ્યવહાર, ખોરાક અને ઔષધ નિયમન, નગરપાલિકાઓ દ્વારા તમાકુ નિયંત્રણ ધારાના ભંગ બદલ એપ્રિલ ૨૦૨૬ થી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ૯૯૦ કેસ નોંધાયા કેસ નોંધાયા હતા અને રુ.૭૫ હજારથી વધુની રકમના દંડની રકમની વસૂલાત કરવામાં આવી હતી.

બેઠકનું સંચાલન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ કર્યુ હતું. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા-તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીઓ, વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ-કર્મયોગીશ્રીઓ અને સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App