🔥 TRENDING सपा के बागी विधायक विनोद चतुर्वेदी, रा... શેર માર્કેટમાં તોફાની તેજી: સેન્સેક્સ... पूर्व राष्ट्रपति राम नाथ कोविंद की पुस... मेरठ: दोहरे हत्याकांड में मुस्कान और स... Tree Cutting Reported at Bordeka ग्राम पंचायत पारलिया में सरपंच पद की उ...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવામુવડા ક્લસ્ટર કક્ષાનું ગણિત- વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

✍️ Reporter: Burhaan Sibhai 🗓 15 Oct 2026, 10:44 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
# સી.આર.સી. નવા મુવાડા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

**ભાટપુર ખાતે ૧૨ શાળાઓની ૧૬ કૃતિઓ રજૂ થઈ; વિવિધ વિભાગના વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત**

**ભાટપુર, તા. ૧૪ ઑક્ટોબર, ૨૦૨૬:** GCERT ગાંધીનગર પ્રેરિત, DIET સંતરામપુર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મહીસાગરના માર્ગદર્શન હેઠળ સી.આર.સી. નવા મુવાડા દ્વારા ભાટપુર પ્રાથમિક શાળા ખાતે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૬-૨૭નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનની થીમ **“ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન”** રાખવામાં આવી હતી.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સાંઈ બાબા હાઈસ્કૂલ, મેડજીના મુવાડાના આચાર્ય શ્રી બુરહાનભાઈ સિબાહી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનના કન્વીનર શ્રી બ્રિજેશભાઈ પટેલ રહ્યા હતા. સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી ધવલ પરમારના સંકલન અને આયોજનમાં આ પ્રદર્શન યોજાયું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, આચાર્યો અને શિક્ષકોનું પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતાં ઇન્ડોર ગ્રીન પ્લાન્ટ ભેટ આપીને અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિત જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો.

પ્રદર્શનમાં ક્લસ્ટરની કુલ ૧૨ શાળાઓની ૧૬ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), હરિત ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, સ્વદેશી કૃષિ પદ્ધતિ તથા આપત્તિ વ્યવસ્થાપન જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમ રજૂ કર્યો હતો.

વિવિધ વિભાગોમાં **AI મિત્ર** કૃતિ માટે નાયક ફળિયા પ્રાથમિક શાળા, **ખેતરની ફરતે વાડ** માટે નાના ડોકવા પ્રાથમિક શાળા, **ઓટોમેટિક વોટર ડિસ્પેન્સર** અને **સ્વયંસંચાલિત પિયત પદ્ધતિ** માટે મોહિયાના તળાવ પ્રાથમિક શાળા તથા **ઓટોમેટિક ફ્લોટિંગ હાઉસ** માટે ભાટપુર પ્રાથમિક શાળાની કૃતિઓ વિજેતા બની હતી. વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને ટ્રોફી, ઇનામ તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ શાળાઓ અને બાળ વૈજ્ઞાનિકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, સંશોધનવૃત્તિ, પર્યાવરણ જાગૃતિ અને નવીનતાને પ્રોત્સાહન મળ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી ધવલ પરમાર દ્વારા, અધ્યક્ષશ્રી,કન્વીનર, આચાર્યો, શિક્ષકો, નિર્ણાયકો અને ભાટપુર પ્રાથમિક શાળાના સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે સૌનો આભાર વ્યક્ત કરી ટકાઉ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
📲Get App