🔥 TRENDING भारत बनाम वेस्टइंडीज चौथा टी20: भारत क... बिलासपुर में श्रीलंकाई भद्रकाली अम्मन... Haryana Introduces Stricter Standards... Sparx launches ‘Greatest of Today’ cam... Haryana crushes Himachal Pradesh by 7... CRPF Sub-Inspector dies by suicide at...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

નવરાત્રી દરમિયાન કડી પંથકમાં વીજળી કાપ: જનજીવન અસ્તવ્યસ્ત, નાગરિકો ત્રાહિમામ

✍️ Reporter: YOGESHJI THAKOR 🗓 15 Oct 2026, 12:48 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કડી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સાંજે વારંવાર 15 મિનિટ માટે વીજળી કાપ થતાં નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન સ્થાનિક નાગરિકો ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.

કડી તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજ સાંજના સમયે વારંવાર 15‌ મીનીટ માટે વીજળી ગુલ થવાની ઘટનાઓ બની રહી છે.લોકો ને જમવાનું બનાવવા અને જમવા નાં સમયે વારંવાર થતી લાઈટ વિક્ષેપ આ વીજળી કાપને કારણે સ્થાનિક લોકો ને ખુબ મુશ્કેલી નો સામનો કરવો પડે છે, ખાસ કરીને જ્યારે પવિત્ર નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે આ સમસ્યા વધુ વકરી છે.

નવરાત્રીના તહેવાર દરમિયાન સાંજે અને રાત્રિના સમયે લોકો પૂજા-અર્ચના, ગરબા અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય છે. આવા સમયે વારંવાર વીજળી ગુલ થવાથી તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પડી રહ્યો છે. વીજળીના અભાવે ઘરોમાં અંધારપટ છવાઈ જાય છે, જેના કારણે બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફ પડે છે.
📲Get App