🔥 ट्रेंडिंग चोरी की 59मोबाइल के साथ 5लोग गिरफ्तार સાબરકાંઠા: ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક ચ... मुजफ्फरपुर की वेल्डिंग फैक्ट्री में ब्... जयपुर में पहाड़ी ढहने से युवा की मौत,... राजस्थान पुलिस ने वर्दी पुनर्रचना शुरू... हनुमानगढ़ पुलिस ने नवरात्रि, त्योहारों...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બહાઉદ્દીન કૉલેજ ‘કલા ઉત્સવ-૨૦૨૬’માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેકન્ડ રનર્સઅપ: અનેક સ્પર્ધાઓમાં મેળવ્યા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક
शिक्षा

બહાઉદ્દીન કૉલેજ ‘કલા ઉત્સવ-૨૦૨૬’માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેકન્ડ રનર્સઅપ: અનેક સ્પર્ધાઓમાં મેળવ્યા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક

✍️ रिपोर्टर: Bhalodiya Samirkumar 🗓 14 अक्टू. 2026, 03:48 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢની બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજના વિદ્યાર્થીઓએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘કલા ઉત્સવ-૨૦૨૬’માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કૉલેજનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેકન્ડ રનર્સઅપનો ખિતાબ હાંસલ કર્યો છે.

જૂનાગઢ: ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા આયોજિત આઠમા યુવક મહોત્સવ ‘કલા ઉત્સવ-૨૦૨૬’માં બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ, જૂનાગઢના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કૉલેજનું ગૌરવ વધાર્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યા હતા. આ શાનદાર પ્રદર્શનના પરિણામે કૉલેજને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેકન્ડ રનર્સઅપની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

યુવક મહોત્સવમાં કૉલેજના વિદ્યાર્થીઓએ વિવિધ કલા ક્ષેત્રોની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં કાવ્ય પઠન સ્પર્ધામાં બારસીયા વિશ્વાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જ્યારે ક્લે મોડેલિંગ સ્પર્ધામાં કરમુર ઈશાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. લઘુ નાટક સ્પર્ધામાં પણ કૉલેજે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ ઉપરાંત શાસ્ત્રીય સ્વર વાદ્ય સ્પર્ધામાં વ્યાસ કલ્યાણીએ દ્વિતીય ક્રમાંક, વક્તૃત્વ સ્પર્ધામાં બારસીયા વિશ્વાએ દ્વિતીય ક્રમાંક અને દુહા છંદ સ્પર્ધામાં નાકરાણી ગીગાભાઈએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. કાર્ટૂનિંગ સ્પર્ધામાં કરમુર ઈશાએ તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે મુક અભિનય અને એકાંકી સ્પર્ધામાં પણ કૉલેજે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો.

યુવક મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં મળેલી સફળતા બદલ કૉલેજના સમગ્ર પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી. આ સફળતા બદલ કૉલેજના આચાર્યશ્રી ડૉ. જે.આર. વાંઝા, ડૉ. પી.વી. બારસીયા, ડૉ. આલોક વાઘેલા, ડૉ. જી.એચ. જાની, શ્રી ક્ષિતિબેન વૈષ્ણવ અને શ્રી જાનવીબેન સાકરીયાએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન આપીને ભવિષ્યમાં પણ આવી જ રીતે કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આમ, ‘કલા ઉત્સવ-૨૦૨૬’માં બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવીને જૂનાગઢની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો.
📲Get App