🔥 TRENDING पति-पत्नी के झगड़े: समझदारी से सुलझाएं... ਚਾਰ ਰੋਜ਼ਾ ਖੇਤਰੀ ਯੁਵਕ ਤੇ ਲੋਕ ਮੇਲੇ ਦਾ ਸ਼ਾਨ... *”ಬೀದರ ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್, ಹುಮನಾಬಾದ ಸಂಚಾರಿ... अररिया, 13 अक्टूबर 2026 દૈપપઢાણીમાં અંબાજીના નોરતાનો ધામધૂમથી... उतरौला-मनकापुर मार्ग पर भीषण सड़क हादस...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાલીઓએ સુરક્ષા ચિંતાઓ ઉઠાવી, પ્રિન્સિપાલે સફાઈ અભિયાનની સ્પષ્ટતા કરી
Local

વાલીઓએ સુરક્ષા ચિંતાઓ ઉઠાવી, પ્રિન્સિપાલે સફાઈ અભિયાનની સ્પષ્ટતા કરી

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 14 Oct 2026, 11:10 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરાની વાંટા મિશ્ર શાળામાં બાળકોને સફાઈ કરાવવા માટેના અભિયાનને લઈને વાલીઓએ સુરક્ષાના પ્રશ્નો ઉઠાવ્યા, જ્યારે પ્રિન્સિપાલે અભિયાનની વિગતો આપી.

વાગરાની વાંટા મિશ્ર શાળામાં બાળકોને સફાઈ કરાવવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેના કારણે વાલીઓમાં સુરક્ષાની ચિંતાઓ ઉઠી.

વાલીઓએ જણાવ્યું કે અભિયાન દરમિયાન બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પૂરતી વ્યવસ્થા નથી. પ્રિન્સિપાલે જવાબ આપ્યો કે અભિયાન શાળા દ્વારા આયોજિત સ્વચ્છતા કાર્યક્રમનો ભાગ છે અને તમામ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.

શાળાએ જણાવ્યું કે અભિયાન દરમિયાન બાળકોને માર્ગદર્શન આપવામાં આવશે અને જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વાગરા નગરમાં આવેલી વાંટા મિશ્ર શાળામાં બાળકો પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાના આક્ષેપને પગલે વિવાદ ઉભો થયો છે. વાલીઓ દ્વારા રજુ કરાયેલા વીડિયોમાં બાળકો હાથમાં સાવરણી લઈને કચરો વાળતા દેખાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે વાલી આશિફ શેખે શાળાના પ્રિન્સિપાલ મહેમુદાબેન અને સ્ટાફની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. વાલીના આક્ષેપ મુજબ, બાળકો પાસે કચરો વાળાવીને તેને શાળાની બહાર ચાલુ રસ્તા પર નાખવા માટે મોકલવામાં આવે છે. તેમણે સવાલ કર્યો છે કે રસ્તા પર જતી વખતે કોઈ બાળક અકસ્માતનો ભોગ બને તો જવાબદાર કોની?

બદનામ કરવાનું કાવતરૂં થઈ રહ્યું છે. સવાલ એ છે કે સ્વચ્છતા અભિયાનમાં અમાસુનું બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે નહીં?

તો બીજી તરફ, પ્રિન્સિપાલ મહેમુદાબેને પોતાનો પક્ષ રજુ કરતાં જણાવ્યું હતું કે શાળામાં સફાઈની કામગીરી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમના ભાગરૂપે કરવામાં આવી હતી. સફાઈ માટે ટીમ બનાવી કામગીરી કરવાની, પકડ-બી તથા શિક્ષણ સાગરના સતાવાર ગ્રુપમાં ફોટા મુકવાના અને વડી કચેરીએ અહેવાલ મોકલવાના હોય છે. તેમણે આ પ્રવૃત્તિને શિક્ષણનો એક ભાગ ગણાવ્યો હતો. ભોજન વ્યવસ્થા અંગે પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે સરકાર તરફથી અલગ ખર્ચ મળતો નથી, જોકે, નીચેની જગ્યા સાફ કર્યા બાદ જ બાળકોને બેસાડવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમને અને શાળાને બદનામ કરવાનું કાવતરૂં થઈ રહ્યું છે. હવે સવાલ એ છે કે સ્વચ્છતા અભિયાનની અમલવારી દરમિયાન બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે નહીં? શિક્ષણ વિભાગે નિષ્પક્ષ તપાસ કરી હકીકત બહાર લાવવી જોઈએ.
📲Get App